માલેગાંવ બ્લાસ્ટ કેસની (Malegaon Blast Case) તપાસમાં સામેલ એક ભૂતપૂર્વ એટીએસ (ATS) અધિકારીએ દાવો કર્યો છે કે તેમને આ કેસમાં આરએસએસના (RSS) વડા મોહન ભાગવતની (Mohan Bhagwat) ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast Case) ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા (Sadhvi Pragya) અને કર્નલ પુરોહિત (Lt Col Purohit) સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગભગ 17 વર્ષ પછી આવેલા આ નિર્ણયની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

એક તરફ માલેગાંવ બ્લાસ્ટ કેસના (Malegaon Blast Case) ચુકાદાની ચર્ચા ચોતરફ થઈ રહી છે ત્યારે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસની (Malegaon Blast Case) તપાસ કરનાર મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ના ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ એક સનસનાટીભર્યા ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ સનસનાટીપૂર્ણ દાવો કરતા કહ્યું છે કે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતની (Mohan Bhagwat) ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોહન ભાગવતને પકડવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો?
માલેગાંવ બ્લાસ્ટ કેસના (Malegaon Blast Case) ચુકાદા પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે (Mehboob Mujavar) એક મોટો ખુલાસો કર્યો છે. મુજાવરે કહ્યું છે કે તેમને આરએસએસના (RSS) વડા મોહન ભાગવતની (Mohan Bhagwat) ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું. મુજાવરના (Mehboob Mujavar) મત મુજબ ‘ભગવા આતંકવાદ’ (Bhagwa Aatankwad) સ્થાપિત કરવાના હેતુથી મોહન ભાગવતની (Mohan Bhagwat) ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નકલી અધિકારીની નકલી તપાસનો પર્દાફાશ – ભૂતપૂર્વ અધિકારી
સોલાપુરમાં (Solapur) ભૂતપૂર્વ ઈન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે (Mehboob Mujavar) કહ્યું છે કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast Case) કોર્ટના નિર્ણયથી ATSની ‘છેતરપિંડી’ નકારી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ કેસની તપાસ ATS દ્વારા કરવામાં આવી હતી. જોકે, બાદમાં NIAએ આ કેસ પોતાના હાથમાં લઈ લીધો. મુજાવરે વધુમાં કહ્યું, “આ ચુકાદાથી નકલી અધિકારી દ્વારા કરવામાં આવેલી નકલી તપાસનો પર્દાફાશ થયો છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહેબૂબ મુજાવરને માલેગાંવ બ્લાસ્ટ કેસ (Malegaon Blast Case) સાથે શું સંબંધ છે?
29 સપ્ટેમ્બર 2008 ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને લગભગ 101 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મહેબૂબ મુજાવરે (Mehboob Mujavar) કહ્યું છે કે તેઓ આ વિસ્ફોટની તપાસ કરી રહેલી ATS ટીમનો ભાગ હતા. મુજાવરે કહ્યું કે તેમને મોહન ભાગવતને (Mohan Bhagwat) ‘પકડવા’ માટે કહેવામાં આવ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મુજાવરે આગળ કહ્યું, “એટીએસે (ATS) તે સમયે શું અને શા માટે તપાસ કરી હતી તે હું કહી શકતો નથી, પરંતુ મને રામ કાલસાંગરા, સંદીપ ડાંગે, દિલીપ પાટીદાર અને આરએસએસના (RSS) વડા મોહન ભાગવત (Mohan Bhagwat) જેવા વ્યક્તિઓ અંગે કેટલાક ગુપ્ત આદેશો આપવામાં આવ્યા હતા. આ બધા આદેશો એવા નહોતા કે તેનું પાલન કરી શકાય.”
🔴 #BREAKING : ' मोहन भागवत को गिरफ्तार करने के मिले थे आदेश'- मालेगांव ब्लास्ट केस को लेकर विस्फोटक खुलासा#BombBlastCase | @sujata_dwivedi | @Aayushinegi6 pic.twitter.com/nH1jt9TVrh
— NDTV India (@ndtvindia) August 1, 2025
મારી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો – મુજાવર
ભૂતપૂર્વ ઈન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે (Mehboob Mujavar) કહ્યું કે તેમણે આદેશનું પાલન કર્યું ન હતું અને મોહન ભાગવતની (Mohan Bhagwat) ધરપકડ કરી ન હતી કારણ કે તેઓ સત્ય જાણતા હતા. મુજાવરે કહ્યું- “મોહન ભાગવત (Mohan Bhagwat) જેવા મોટા ગજાના વ્યક્તિત્વની ધરપકડ કરવી મારી ક્ષમતાની બહાર હતું. મેં આદેશોનું પાલન ન કર્યું હોવાથી, મારી સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો અને તેનાથી મારી 40 વર્ષની કારકિર્દી બરબાદ થઈ ગઈ. મુજાવર મહેબૂબે ઉમેર્યું કે, ભગવા આતંકવાદ (Bhagwa Aatankwad) જેવું કશું જ નહોતું. બધું નકલી હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો