Mahakumbh
Spread the love

પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) માં સંતો-મહાત્માઓના પંડાલમાં માત્ર ધર્મ અને આધ્યાત્મિકતાની ગંગા વહેતી નથી, પરંતુ અહીં દેશની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને પણ વિશેષ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આસ્થાના મહાકુંભ (Mahakumbh) મેળામાં સેક્ટર 18માં એક પંડાલ સંપૂર્ણપણે શહીદો અને તેમના પરિવારોને સમર્પિત કરવામાં આવ્યો છે.

મહાકુંભ (Mahakumbh) માં રહેલા આ પંડાલમાં ત્રિરંગો ઝંડો ગૌરવપૂર્ણ રીતે લહેરાતો જોવા મળે છે, તેની સાથે મુંબઈના 26/11 આતંકી હુમલા તેમજ પુલવામા અને કારગીલ તથા અન્ય સ્થળોએ યુદ્ધમાં શહીદ થયેલા તમામ સૈનિકોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મેળામાં શહીદોના આત્માની શાંતિ માટે 108 કૂંડોની યજ્ઞશાળા બનાવવામાં આવી છે તથા શહીદોના પરિવારજનોને પણ આમંત્રિત કરી સન્માન કરવામાં આવશે.

મહાકુંભ (Mahakumbh) ના હરિશ્ચંદ્ર માર્ગ પર શહીદ ગ્રામ

જમ્મુ અને કાશ્મીરના બાબા બાલક યોગેશ્વર દાસ જી મહારાજના પંડાલમાં પ્રવેશતાની સાથે જ દેશભક્તિની અનુભૂતિ થવા લાગે છે. દેશ પ્રત્યે સમર્પિત થવાનો સંદેશ આપતો આ પંડાલ મેળામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યો છે. પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 18માં હરિશ્ચંદ્ર માર્ગ પર શહીદ ગ્રામના નામે બનેલો પંડાલ ખૂબ જ વિશેષ છે.

108 હવન કુંડોની મોટી યજ્ઞશાળા

પંડાલના ગેટ પર ભારતીય સેના અને તેના બહાદુરોના ફોટોગ્રાફ સાથેના અનેક કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. અહીં ભજનોને બદલે દેશભક્તિના ગીતો સતત વગાડવામાં આવી રહ્યા છે. બાબા બાલક યોગેશ્વર દાસનો આ પંડાલ સંપૂર્ણપણે સૈનિકોને સમર્પિત છે. પંડાલમાં લગભગ 125 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ગૌરવથી લહેરાતો જોવા મળે છે. શહીદોના આત્માની શાંતિ માટે પંડાલમાં એકસો આઠ હવન કુંડની વિશાળ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ યજ્ઞશાળા માટે કાશીથી એકસો આઠ વૈદિક બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે.

શહીદ ગ્રામમાં ટૂંક સમયમાં શરૂ થનારા શતકુંડિયા અતિ વિષ્ણુ મહાયજ્ઞમાં ભાગ લેનારા પંડિતો, યજમાનો અને અન્ય લોકોને સૌપ્રથમ યજ્ઞશાળાની બહાર એકત્રીત કરવામાં આવશે અને ત્યાં રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવશે. રાષ્ટ્રગીતના ગાન બાદ જ લોકો યજ્ઞશાળામાં પ્રવેશ કરી કરશે. કારગીલ, મુંબઈના 26/11 અને પુલવામા હુમલા અને અન્ય સ્થળોએ દેશની રક્ષા કરતી વખતે પોતાના જીવનની આહૂતિ આપનારા લગભગ 150 શહીદોના પરિવારોને પંડાલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રદર્શનનું આયોજન કરાયું

શહીદોના પરિવારોને શહીદોના નામ પર બનેલા ટેન્ટ અને પંડાલમાં નિવાસ આપવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે. આ પંડાલમાં શહીદોને સમર્પિત ફોટો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. પ્રદર્શનમાં શહીદો વિશેની તમામ માહિતી પણ આપવામાં આવશે. જેમણે પોતાનો પંડાલ દેશભક્તિ અને દેશના શહીદોને સમર્પિત કર્યો છે તેવા બાબા બાલક યોગેશ્વર દાસ જીના શહીદ ગ્રામમમાં ઇલેક્ટ્રિક બલ્બ પણ ત્રિરંગામાં રહેલા ત્રણ રંગોના લગાવવામાં આવ્યા છે.

બાબા બાલક યોગેશ્વર દાસના જણાવ્યા અનુસાર દેશના ચારેય સ્થળોએ આયોજિત કુંભમાં આવા કાર્યક્રમોનું આયોજન કરીને તેઓ શહીદોના પરિવારજનોને એક સંદેશ આપવાનો પ્રયાસ કરે છે કે શહીદ થયા પછી પણ દેશ હંમેશા પોતાના બહાદુર સૈનિકો અને સંતોને યાદ કરે છે. મહાત્માઓના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે.

પંડાલમાં શ્રદ્ધાળુઓની ભીડ

શહીદોને સમર્પિત આ પંડાલ આ વર્ષના મહાકુંભ (Mahakumbh) માં લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પંડાલમાં અતિ વિષ્ણુ મહાયજ્ઞ અને અન્ય કાર્યક્રમો ત્રણ-ચાર દિવસ પછી ઔપચારિક રીતે શરૂ થશે, પરંતુ આ પંડાલને જોવા માટે દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

મહાકુંભ (Mahakumbh) માં બાબા બાલક યોગેશ્વર દાસનો આ પ્રયાસ ભક્તોને ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે. શહિદ ગ્રામમાં આવતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ પંડાલમાં આવીને તેમને શહીદો અને જવાનો વિશે તો ઘણી માહિતી મળી છે સાથે સાથે દેશ પ્રત્યે સમર્પિત થવાની ભાવના પણ ઉભી થાય છે. શહીદ ગ્રામ જોવા આવતા શ્રદ્ધળુઓ અને પર્યટકો બાબા બાલક યોગેશ્વર દાસના આ પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે.

મહાકુંભ (Mahakumbh) મેળામાં ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ-અલગ રંગો જોવા મળી રહ્યા છે, પરંતુ દેશભક્તિ અને શહીદોના આદરનો આ રંગ ન માત્ર અનોખો જ છે સાથે સાથી પ્રેરણાદાયી, આવશ્યક અને અનુકરણીય પણ છે. બાબા બાલક યોગેશ્વર દાસના આ પ્રયાસને દરેક લોકો નમન કરી રહ્યા છે. કહી શકાય કે આ મહાકુંભ (Mahakumbh) માં ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિના રંગો થી પણ ઝળહળી રહ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “મહાકુંભ (Mahakumbh)માં કાશ્મીરના સંતની અનોખી પહેલ, દેશના બહાદુર જવાનોને નમન કરવા બનાવ્યું શહીદ વિલેજ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *