- ડિસેમ્બર ’20 માં ભારત યુએઈ ફુડ સિક્યુરિટી સમિટ યોજાઈ
- યુએઈના બજારોમાં કાશ્મીરી કેસર રજૂ કરવામાં આવ્યું
- કાશ્મીરી કેસરને જુલાઈ મહિનામાં GI Tag મળ્યો હતો
ભારત યુએઈ ફુડ સિક્યુરિટી સમિટ 2020
તાજેતરમાં યોજાયેલી ભારત યુએઈ ફુડ સિક્યુરિટી સમિટ દરમિયાન હમણાં જ GI Tag મેળવ્યા બાદ કાશ્મીરી કેસરને યુએઈના બજારોમાં સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી કેસરને યુએઈના બજારોમાં લોંચ કરવાથી પશ્ચિમ એશિયામાં કેસરના કારોબારને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત કાશ્મીરના કેસરની ખેતી કરતા ખેડૂતોની આવકમાં વધારો કરી શકાશે. કાશ્મીરી કેસરની નિકાસમાં વધારો કરી શકાશે. આ ઉપરાંત કાશ્મીરી કેસરને વૈશ્વિક બ્રાંડ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસોને બળ મળશે.
દુબઈમાં તાજેતરમાં યોજાયેલી ભારત યુએઈ ફુડ સિક્યુરિટી સમિટ 2020 માં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ (કૃષિ) નવીન ચૌધરીએ મંગળવારે કાશ્મીરી કેસરને GI Tag સાથે રજૂ કરતાં જણાવ્યું હતું કે , મને ખુશી છે કે પ્રથમ વખત કાશ્મીરી કેસરને યુએઈના બજારોમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. કાશ્મીરી કેસરને ઉર્દુમાં જાફરાના કહેવાય છે તથા તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઉપરાંત એક તેજાના તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કાશ્મીરી કેસર જમ્મુ કાશ્મીરના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. નવીન ચૌધરીએ આગળ કહ્યું કે, GI Tag મળ્યા બાદ પ્રથમવાર નિકાસ કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે કાશ્મીરી કેસરની નિકાસ દુબઈ અને યુએઈના અન્ય શહેરોમાં પણ વધશે.
શું છે GI Tag
GI Tag એક ભૌગોલિક ઓળખાણ છે. કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચીજવસ્તુનુ ઉત્પાદન થતુ હોય તેમજ તે ચીજ વસ્તુ કોઈ ચોક્કસ, વિશિષ્ટ ગુણ, ઓળખ ધરાવતું હોય તેને GI Tag (Geographical Indications) ફાળવવામાં આવે છે. કાશ્મીરી કેસરને હમણાં જુલાઈ મહિનામાં જ GI Tag આપવામાં આવ્યું હતું. GI Tag મળ્યા બાદ વૈશ્વિક બજારમાં કાશ્મીરી કેસરને યુએઈના બજારોમાં રજૂ કરવામાં આવ્યું હતું.
GI Tag ગુજરાતની વિરાસતને
ગુજરાતમાં કચ્છની એમ્બ્રોઈડરી, સંખેડાના ફર્નિચર, તંગાલિયા શાલ, સુરતના જરીકામ, કચ્છની શાલ, ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી, ભાલીયા ઘઉં, જામનગરની બાંધણી, પટોળા સાડી વગેરેને GI Tag આપવામાં આવ્યો છે.