Spread the love

– રાજસ્થાનના ઝાલાવાડમાં દલિત યુવાનની નિર્મમ હત્યા

– મૃતકના પરિવાર સાથે ભાજપના નેતાઓને ન મળવા દેવામાં આવ્યા

– ગુજરાતમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચાએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

ભાજપના નેતાઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિના કુષ્ણા વાલ્મિકી નામના યુવકની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા બેરહમીથી માર મારી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બની છે. જેની તપાસ માટે ભારતીય જનતા પાર્ટીએ 3 સભ્યોની ટીમ બનાવી છે. ભાજપની તપાસ ટીમને મૃતકના પરિવારજનોને મળતા રોકવામાં આવી હતી. આ પહેલા ભાજપના યુવા મોરચા દ્વારા આ બનાવનો વિરોધ પ્રદર્શન ઉપર રાજસ્થાન સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
વાલ્મિકી સમાજના યુવાન કુષ્ણા વાલ્મીકિની હત્યાના બનાવના વિરોધમાં આજ રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને અનુસુચિત જાતિ મોરચા‌ દ્ગારા‌ આવેદનપત્ર આપવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ‌, પ્રદેશ કોષાધ્યક્ષ ઉમંગભાઈ સરવૈયા, અનુ. જાતિ મોરચાના શહેર અધ્યક્ષ શ્રી દિનેશભાઈ મકવાણા, શહેર ઉપ પ્રમુખ હરેશભાઈ રાજન, અને‌ સાથી કાર્યકરો તથા અમદાવાદ શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઇ ભટ્ટ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

શું છે ઘટનાની વિગત

1 લી જુલાઈના રોજ રાજસ્થાનના હલ્દીઘાટી રોડ ઉપર ઝાલાવાડના દલિત યુવાન કૃષ્ણા વાલ્મિકીને તેની ગાડીમાંથી ખેંચી કાઢીને સાગર કુરેશી (કાલુ), રઈસ, ઈમરાન, અખ્તર અલી, ઈશુ કુરેશીની ગેંગે લાઠી તથા અન્ય હથિયારોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. કૃષ્ણા વાલ્મિકીને તાત્કાલિક ઝાલાવાડ જીલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓને કારણે ત્યાંથી જયપુર શહેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં કૃષ્ણા વાલ્મીકીનું મંગળવારે મૃત્યુ થયું હતું. ગુનેગારોમાંથી જ એકે આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જે વાયરલ થતાં આખા પંથકમાં ચકચાર અને અરેરાટી મચી જવા પામી હતી. આ વિડીયો ભાજપના પૂર્વ પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે ટ્વીટ કરી રાહુલ ગાંધી હવે તો ચુપ્પી તોડો એવો પ્રશ્ન કર્યો હતો.


Spread the love