Jammu Kashmir
Spread the love

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) શુક્રવારે કુલગામ (Kulgam) જિલ્લામાં સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું હતું. આજે એટલે કે શનિવારે સુરક્ષા દળોને (Security Forces) મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં 1 આતંકવાદી ઠાર મરાયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામમાં (Kulgam) સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ (Security Forces) એક આતંકવાદીને (Terrorist) ઠાર માર્યો છે. સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે આ એન્કાઉન્ટર (Encounter) શુક્રવારે કુલગામ (Kulgam) જિલ્લામાં શરૂ થયું હતું. પોલીસે આ માહિતી આપી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના (South Kashmir) અખાલ (Akhal) જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની (Terrorists) હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ (Security Forces) આ વિસ્તારને ઘેરી લીધો હતો અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. અધિકારીએ કહ્યું કે ઘેરાબંધી મજબૂત કરવામાં આવી છે અને વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

2 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) પૂંછમાં થયું હતું એન્કાઉન્ટર

આ પહેલા 30 જુલાઈના રોજ, જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સેનાના જવાનોએ બે ભારે હથિયારધારી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આ બે આતંકવાદીઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ એન્કાઉન્ટરના બે દિવસ પહેલા, સુરક્ષા દળોએ શ્રીનગરના જંગલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ કહ્યું કે બુધવારે હાથ ધરવામાં આવેલ શિવશક્તિ નામનું ઓપરેશન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનોની યોજનાઓને મોટો ફટકો છે. સેનાના જણાવ્યા અનુસાર, આ સંગઠનો જમ્મુ અને કાશ્મીરમાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના સૈનિકોએ 30 જુલાઈની વહેલી સવારે પૂંછ સેક્ટરમાં ઓપરેશન શિવશક્તિ શરૂ કર્યું હતું. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીર પોલીસના સહયોગથી લશ્કરી અને નાગરિક ગુપ્તચર એકમોને મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી, જેમાં આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ સંભવિત ઘૂસણખોરી માર્ગો પર ઓચિંતો હુમલો કર્યો. નિયંત્રણ રેખા પર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં, બે આતંકવાદીઓ માર્યા ગયા અને મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *