Spread the love

– શરૂઆતમાં બિનસાંપ્રદાયિકતાનો કરેલો ઢોંગ ઉઘાડો

– અફઘાનિસ્તાન ધાર્મિક લઘુમતી માટે બની રહ્યું છે નરક

– શિખોએ માતૃભૂમિ ભારત તરફ કર્યું પ્રયાણ

તાલિબાનનો અસલી કટ્ટરવાદી ચહેરો ઉજાગર

અફઘાનિસ્તાનમાં તાલિબાને તેના ચહેરા પરથી ઉદારવાદી હોવાનો નકાબ ઉતારવાની શરૂઆત કરીને તેમનું કટ્ટરવાદી વલણ દર્શાવવાનું શરુ કરી દીધું છે. સત્તા કબજે કર્યા બાદ તાલિબાને માન્યતા મેળવવા માટે ધર્મ સાંપ્રદાયિકતાનો દુનિયા સમક્ષ દેખાડો કર્યો હતો. પરંતુ હવે ત્યાં અફઘાનિસ્તાનમાંની ધાર્મિક લઘુમતીની સુરક્ષાની સ્થિતિ વધુને વધુ દયનીય થઈ રહી છે. ખાસ કરીને શિખ સમુદાયના અફઘાનિસ્તાનમાં રહેવા પર મોટું સંકટ ઉભું થયું છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના રિપોર્ટ મુજબ તાલિબાને શિખોને ફરમાન જારી કર્યું છે કે તેઓ ઈસ્લામ ધર્મનો સ્વિકાર કરી સુન્ની મુસ્લિમ બની જાય અથવા તો દેશ છોડીને ચાલ્યા જાય.

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)નો રિપોર્ટ

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)ના તાજેતરના રિપોર્ટ મુજબ તાલિબાન સરકારે આ સ્પષ્ટ કરી દીધું છે કે અફઘાનિસ્તાનના શિખોએ સુન્ની ઈસ્લામ સ્વિકારવો જ પડશે નહીં તો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. તાલિબાની સરકાર દેશમાં કદી વિવિધતાને પ્રોત્સાહન આપશે નહીં. રિપોર્ટમાં એવી આશંકા દર્શાવવામાં આવી છે કે આ સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ધાર્મિક લધુમતિઓના સામુહિક નરસંહારનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબ્જો કર્યો હતો, તેના બાદ દેશમાં રીતસર દહેશતનો માહોલ બનેલો છે.

શિખો પર થઈ રહ્યા છે અવિરત હુમલા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *