Spread the love

  • ફ્રાંસે ગુગલને 500 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો
  • Googleનો પબ્લિશર્સ સાથે કોપીરાઈટ મુદ્દે હતો વિવાદ
  • ફ્રાંસની કોપી રાઈટના ઉલ્લંઘન મામલે કાર્યવાહી
કેમ ફટકાર્યો દંડ?

ફ્રાન્સ કમ્પીટીશન રેગુલેટર  ( France's competition regulator) એ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં ગૂગલ પર 500 મિલિયન યૂરોનો દંડ ફટકારતા કહ્યું કે, આ ટેક કંપનીએ પબ્લિશર્સના સમાચારનો ઉપયોગ કરવાના બદલામાં ચુકવણી કરવી પડશે. ફ્રાન્સના એન્ટીટ્રસ્ટ વોચડોગે ગૂગલને તેમનાં આદેશોનું પાલન ન કરવા બાબતે દોષી ગણાવ્યું છે. અંતર્ગત google એ ફ્રાન્સના પબ્લિશર્સને તેમનું કન્ટેન્ટ વાપરવા બદલ વળતર ચુકવવાનું છે.
ફ્રાન્સે આપ્યું 2 મહિનાનું અલ્ટીમેટમ



આ મામલામાં અમેરિકી ટેક કંપની googleને બે મહિનાની અંદર એક પ્રસ્તાવ રજૂ કરી જણાવવું પડશે કે તે ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સને તેના કન્ટેન્ટના બદલામાં વળતર કઈ રીતે ચુકવશે. જો google બે મહિનામાં આ કરવામાં નિષ્ફળ રહ્યું તો તેણે દરરોજના હિસાબથી 900,000 યૂરો (આશરે 1 મિલિયન ડોલર)નો વધારાનો દંડ આપવો પડશે.

Googleનું કહેવું છે કે તે કેટલાક પબ્લિશર્સ સાથે સમજુતી કરી લેવાની નજીક છે તથાં તેણે આ કાર્યવાહી નિરાશાજનક ગણાવી છે.
આ આદેશના ઉલ્લંઘન માટે ફટકાર્યો દંડ


આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાંસની એન્ટી ટ્રસ્ટ એજન્સીએ google ને સમાચાર પ્રકાશકો સાથે 3 મહિનાની અંદર વાતચીત કરવા માટે અસ્થાયી આદેશ આપ્યો હતો અને આ આદેશનું ઉલ્લંઘન કરવા માટે googleને દંડ ફટકાર્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *