Canada
Spread the love

કેનેડામાં (Canada) ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) ઉપર ફેંકાયેલા ઈંડા (Eggs Pelting) તથા હુમલા અંગે બોલતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે આ મામલો કેનેડાના (Canada) અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે જેથી ગુનેગારોને જવાબદાર ઠેરવી શકાય. તેમણે કહ્યું કે અમને આશા છે કે કેનેડા (Canada) સરકાર લોકોના ધાર્મિક અધિકારોના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.

કેનેડાના (Canada) ટોરોન્ટોમાં ((Toronto) ભગવાન જગન્નાથ રથયાત્રા (Jagannath Rathayatra) દરમિયાન ઈંડા ફેંકાવાની ઘટના સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. આ ઘટનાને ‘ઘૃણાસ્પદ’ ગણાવતા, ભારતે સોમવારે કહ્યું કે આ મામલો કેનેડિયન અધિકારીઓ સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટોરોન્ટોમાં (Toronto) આયોજિત રથયાત્રામાં (Rathyatra) કેટલાક લોકોએ ઇંડા (Eggs Pelting) ફેંકીને વિક્ષેપ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો.

વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તોફાની તત્વોએ યાત્રામાં વિક્ષેપ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આવા દ્વેષપૂર્ણ કૃત્યો ખેદજનક છે અને જેનો ઉદ્દેશ્ય એકતા, સમાવેશીતા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે તેવા આ તહેવારની ભાવનાની વિરુદ્ધ છે.

કેનેડા સરકાર (Canada Government) ધાર્મિક અધિકારોના રક્ષણ માટે પગલા લે

તેમણે કહ્યું કે અમે આ મામલો કેનેડિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે જેથી આ કૃત્યના ગુનેગારોને જવાબદાર ઠેરવી શકાય. રણધીર જયસ્વાલે કહ્યું કે અમને આશા છે કે કેનેડિયન સરકાર (Canadian Government) લોકોના ધાર્મિક અધિકારોના (Religious Rights) રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.

કેનેડાના (Canada) ટોરોન્ટોમાં (Toronto) ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) દરમિયાન ભક્તો પર ઈંડા ફેંકવાની (Eggs Pelting) કથિત ઘટના પર બીજુ જનતા દળ (BJD) ના પ્રમુખ નવીન પટનાયકે (Naveen Patnaik) ચિંતા વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે (Naveen Patnaik) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેનેડાના (Canada) ટોરોન્ટોમાં (Toronto) રથયાત્રા (Rathyatra) ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુઓ પર ઈંડા ફેંકવામાં આવ્યાના અહેવાલો જાણીને તેમને ખૂબ જ દુઃખ થયું છે.

આવી ઘટનાઓ માત્ર વિશ્વભરના ભગવાન જગન્નાથના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ ઓડિશાના (Odisha) લોકો માટે પણ ઊંડી પીડા પહોંચાડે છે, જેમના માટે આ તહેવારનું ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ છે.

ઓડિશા વિધાનસભામાં (Odisha Assembly) વિપક્ષના નેતા (LOP) નવીન પટનાયકે (Naveen Patnaik) કહ્યું કે જો મીડિયા રિપોર્ટ્સ સાચા હોય, તો “ઓડિશા સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને વિદેશ મંત્રાલયને (MEA) કેનેડાના (Canada) અધિકારીઓ સમક્ષ આકરો વિરોધ નોંધાવવા વિનંતી કરવી જોઈએ.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *