બ્રાઝિલના (Brazil) રાજ્ય અગ્નિશમન વિભાગે આ ઘટના વિશે જણાવ્યું હતું કે આ ભયંકર અકસ્માત ત્યારે થયો જ્યારે હોટ એર બલૂન 21 લોકોને લઈને આકાશમાં ઉપરથી સુંદર દૃશ્ય બતાવવા માટે ઉડાન ભરી હતી અને આગના ગોળામાં લપેટાઈ ગયો હતો.
બ્રાઝિલમાં (Brazil) એક હૃદયદ્રાવક અકસ્માત થયો છે. બ્રાઝિલના (Brazil) દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં હવામાં જ હોટ એર બલૂન આગની જ્વાળામાં ફેરવાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના દુઃખદ મોત થયા છે અને 13 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ ભયંકર અકસ્માત શનિવારે (21 જૂન, 2025) બ્રાઝિલના (Brazil) દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં બન્યો હતો. એક હોટ એર બલૂન 21 સહેલાણીઓને લઈને આકાશની ઊંચાઈ પરથી સુંદર દૃશ્ય બતાવવા માટે ઉડ્યું હતો. જોકે, આ બધા લોકો માટે આ રોમાંચક પ્રવાસ એક ભયંકર અકસ્માતમાં ફેરવાઈ ગયો હતો.
આ ઘટનાનો ભયાનક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં હોટ એર બલૂનમાં આગ લાગેલી દેખાય છે. આ ઉપરાંત, વીડિયોમાં બળી ગયેલા હોટ એર બલૂનમાંથી કંઈક નીચે પડતું જોવા મળે છે.

રાજ્યના ફાયર વિભાગને ટાંકીને, રોઇટર્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે શનિવારે સવારે હોટ એર બલૂનમાં આગ લાગી હતી. હવામાં આગ લાગ્યા પછી તે બ્રાઝિલના (Brazil) પ્રાઈયા ગ્રાન્ડે નામના શહેરમાં ક્રેશ થયું હતું. સાન્ટા કેટરિના મિલિટરી ફાયર બ્રિગેડને ટાંકીને, એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો કે હોટ એર બલૂન ક્રેશ થયા પછી બધા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બ્રાઝિલનું (Brazil) પ્રાઈયા ગ્રાન્ડે શહેર હોટ એર બલૂન રાઈડ માટે વિખ્યાત
બ્રાઝિલમાં (Brazil) પ્રાઈયા ગ્રાન્ડે તેની રોમાંચક હોટ એર બલૂન સવારી માટે જાણીતું છે. ખાસ કરીને જૂન મહિનામાં સેન્ટ જ્હોન જેવા કેથોલિક સંતોના સન્માનમાં યોજાતા તહેવારો દરમિયાન એક સામાન્ય અને લોકપ્રિય પ્રવૃત્તિ છે. દક્ષિણ બ્રાઝિલના પ્રાઈયા ગ્રાન્ડે શહેરમાં આકાશમાં ઉંચેથી ધરતીના રોમાંચક દ્રશ્યો માણવા માટે આવે છે.
Moment burning hot air balloon PLUMMETS to ground
— RT (@RT_com) June 21, 2025
Terrifying footage of tragedy in southern Brazil
Officials say at least 8 dead and 2 SURVIVORS pic.twitter.com/Q2bC3qZNWW
પહેલા પણ થઈ ચૂક્યા છે અકસ્માત
સ્થાનિક ન્યૂઝ એજન્સી G1 ના અહેવાલ મુજબ, ગયા રવિવારે પણ સાઓ પાઉલો રાજ્યમાં એક હોટ એર બલૂન આકાશમાંથી નીચે પટકાયો હતો અને ક્રેશ થયો હતો. આ અકસ્માતમાં 27 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. આ ઉપરાંત, કુલ 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.