– નેતાજી સુભાષચંદ્ર બોઝના 125 મા જન્મવર્ષે જાહેરાત
– ભારતના સ્વતંત્રતા સંગ્રામના અગ્રીમ લડવૈયા સુભાષચંદ્ર બોઝ
– નેતાજીના જન્મદિને હૉલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક ઈન્ડિયા ગેટ પર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અદના અને અગ્રીમ લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. દેશ જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ મનાવી રહ્યો છે અને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીની લડાઈના શૂરવીર સેનાપતિ નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવાના નિર્ણયની સમગ્ર દેશમાં પ્રસંશા થઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર જણાવ્યું કે ‘એવા સમયે, જ્યારે સમગ્ર દેશ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવી રહ્યો છે, મને એ વાતની જાણ કરતાં ખુશી થઈ રહી છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમાં ઈન્ડિયા ગેટ મૂકવામાં આવશે.’
નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર હૉલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાવાળો ફોટો ટ્વિટ કરીને વિશેષમાં જણાવ્યું કે ,જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા બનીને તૈયાર થતી નથી ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા આ સ્થાને રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જયંતી પર હોલોગ્રામ પ્રતિમાનું ઉદઘાટન કરીશ.
[…] કિંગ જ્યોર્જ પંચમની મુર્તિ હટાવીને નેતાજી સુભાષચંદ્ર બોઝની મુર્તિ સ્થાપિત કરી તથા રાજપથનું […]
[…] જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ […]