– સંકલ્પ ભૂમિ પર ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’ નિર્માણાધિન છે.
– ₹11 કરોડના ખર્ચે નિર્માણ પામશે ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’
– આંબેકર ભવન તથા ડિજિટલ લાયબ્રેરીનું નિર્માણ
વડોદરા સ્થિત સંકલ્પ ભૂમિ પર નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થાન એટલે વડોદરા સ્થિત ‘સંકલ્પ ભૂમિ’. આ સ્થાનને ભવ્ય બનાવવા માટેની યોજના કાર્યાન્વિત થયેલી છે. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા શ્રદ્ધા કેન્દ્રોને કરોડો રૂપિયાના ખર્ચે ભવ્યતા પ્રદાન કરી છે. એના જ ભાગરૂપ વડોદરા સ્થિત સંકલ્પ ભૂમિને ભવ્યતા પ્રદાન કરવાની યોજના છે, વર્ષ 2017 માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શિલાન્યાસ કર્યો હતો. વડોદરા ડૉ. બાબાસાહેબ આંબેડકરની કર્મભૂમિ પણ છે, ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંકળાયેલી સંકલ્પ ભૂમિ પર 11 કરોડના ખર્ચે ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય સ્મારક ભવનમાં ડૉ. આંબેડકરના જીવન કવન તથા અન્ય બાબતો ભવ્યતાથી નિર્માણ પામશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરેલા સંકલ્પનું સ્થાન છે ત્યાં આંબેડકર ભવન તથા તેમના જીવન અંગેની ડિજિટલ લાયબ્રેરી ₹23 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
રાજ્ય સરકારે ‘સંકલ્પભૂમિ સ્મારક મ્યુઝિયમ માર્ગદર્શક સમિતિ’ ની રચના કરી
વડોદરા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે ગાઢ સંબંધ ધરાવતી જગ્યા એવી ‘સંકલ્પ ભૂમિ’પર ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’ નિર્માણાધિન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ સ્મારક ભવ્ય રીતે નિર્માણ પામે તે માટે સામાજીક ન્યાય અધિકાર મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમારની અધ્યક્ષતામાં તજજ્ઞોની સંકલ્પભૂમિ સ્મારક મ્યુઝિયમ માર્ગદર્શક સમિતિ’ ની રચના કરી હતી. આ સમિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન તથા કવનના જાણકાર તથા તે વિશે ઘણાં પુસ્તક લખનારા મૂર્ધન્ય લેખક કિશોર મકવાણા, એમ.એસ. યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક ડો. મગનભાઇ પરમાર અને વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઇ ચૌહાણ છે.તાજેતરમાં જ સંકલ્પ ભૂમિ સ્મારક તથા ડૉ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમની તજજ્ઞ સમિતિના સભ્યો અને સરકારી અધિકારીઓએ સાથે સ્થળ મુલાકાત લઈ અને સ્મારક નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું.
ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’ નું નિર્માણ લગભગ પૂર્ણ થવાને આરે
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા શ્રદ્ધા કેન્દ્રોને કરોડો રૂપિયાના ખર્ચે ભવ્યતા પ્રદાન કરી છે. એ જ પરંપરામાં વડોદરામાં ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંકળાયેલી સંકલ્પ ભૂમિ પર 11 કરોડના ખર્ચે ભવ્ય ‘સંકલ્પ ભૂમિ સ્મારક-મ્યુઝિયમ’ નું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાં ડો. આંબેડકરના જીવન કવન તથા અન્ય બાબતો ભવ્યતાથી નિર્માણ પામશે. આગામી ટૂંક સમયમાં આ સ્મારકના નિર્માણ કાર્યને પૂર્ણ કરી ડિજિટલ ફોટો ગેલેરી, વિશાળ પુસ્તકો સાથેની સમૃધ્ધ લાઇબ્રેરી, ડો બાબાસાહેબ આંબેડકર જી નું જીવન ઝરમર, સંઘર્ષ અને પરિશ્રમ, વિદેશ અભ્યાસ, તેમજ બંધારણ ઘડવાની અપ્રતિમ ગાથાનું વર્ણન સાથેના મ્યુઝિયમના ઉદ્ઘાટન માટે તૈયાર થાય તે પહેલાંની સ્થિતિનું રાજ્ય સરકારે રચેલી તજજ્ઞોની ‘સંકલ્પભૂમિ સ્મારક મ્યુઝિયમ માર્ગદર્શક સમિતિ’ ના સભ્યોએ સરકારી અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી મુલ્યાંકન કર્યું હતું. ઉપરાંત બીજા ₹12 કરોડ સરકારે ડિઝીટલ ફોટો ગેલેરી, પુસ્તકોથી સમૃદ્ધ લાઈબ્રેરી, ડૉ બાબાસાહેબ આંબેડકરની જીવન ઝરમર તથા ભારતના બંધારણ ઘડવામાં તેમણે આપેલા અપ્રતિમ યોગદાનનું મલ્ટી મીડિયા screening સાથે અનેક વિષયોનું ડિજિટલ પ્રદર્શન પણ Visualize કરવાનું નક્કી કર્યું છે. જે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા બાદ આગામી ટૂંક સમયમાં આશરે 14 એપ્રિલ ડૉ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ અવસર પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મુખ્ય મહેમાનો દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજાય તેવો પ્રયાસ હાલમાં ચાલી રહ્યા છે.