– સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલમાં ઘટસ્ફોટ
– છેલ્લા બે વર્ષમાં સરેરાશ વૈશ્વિક આયુષ્ય ઘટ્યુ
– ભારતના નાગરિકોના સરેરાશ આયુષ્યને પણ અસર
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ના રિપોર્ટમાં ઘટસ્ફોટ
સંયુકત રાષ્ટ્સંઘ (UNO)દ્વારા જાહેર કરવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2021-22માં એવો ઘટસ્ફોટ થયો છે કે વિશ્વમાં સરેરાશ આયુષ્ય ઘટી રહયું છે. 2019માં દુનિયાનું સરેરાશ આયુષ્ય 72 વર્ષ જેટલું હતું એમાં પણ ઘટાડો થઇ રહયો છે.
વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોનું સરેરાશ આયુષ્ય
વિશ્વના 70 ટકા દેશોમાં સરેરાશ આયુષ્યનો દર ઘટયો છે. દુનિયામાં જાપાનીઓનું સરેરાશ આયુષ્ય સૌથી વધુ 85 વર્ષનું છે. આ નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝર્લેન્ડમાં લોકોનું સરેરાશ આયુષ્ય 83 ટકા જેટલું છે. સેન્ટ્રલ આફિકન રિપબ્લીકમાં સરેરાશ આયુષ્ય 55 વર્ષ કરતા પણ ઓછું છે. (નીચેનો કોઠો જુઓ)
કોરોનાની અસર
કોરોના મહામારીએ માનવ વિકાસના ઇન્ડેક્ષ પર ખૂબ મોટી વિપરીત અસર ઉભી કરી છે. કોરોનાએ શિક્ષણ,વેપારથી માંડીને તમામ ક્ષેત્રો પર અસર કરી છે. આ ઘટી રહેલું આયુષ્ય એ આરોગ્ય ક્ષેત્રે સૌથી વધુ ચિંતા આપે તેવું છે. લેટીન અમેરિકી દેશો હોય કે કેરેબિયન દેશો કોઇ જ બાકાત રહ્યા નથી, જો કે કેટલાક દેશોના વિસ્તારો એવા છે જયાં મહામારીથી એક બહાનું છે, અગાઉ પણ વિકાસની દોડમાં ઘણા વંચિત અને પછાત રહી ગયા છે. આથી નવેસરથી પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાય છે.
ભારત પર અસર
દુનિયાના 70 ટકા દેશોમાં સરેરાશ આયુષ્યનો દર ઘટયો છે એની અસર ભારત ઉપર પણ પડી છે. ભારતના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના 2015 થી 2019ના ડેટામાં સરેરાશ આયુષ્ય 69.7 ટકા હતું. ભારતમાં લોકોનું આરોગ્ય સુધરે અને સરેરાશ આયુષ્યમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહયા હતા તેના પર પાણી ફરી વળ્યું છે. ભારતમાં 2019માં સરેરાશ આયુષ્ય 69.7 વર્ષ હતું જે ઘટીને 67.2 વર્ષ થયું છે. 1970 થી 1975માં ભારતીયોનું સરેરાશ આયુષ્ય 49.7 વર્ષ હતું. છેલ્લા 50 વર્ષમાં મહા મહેનત કરીને સરેરાશ આયુષ્યમાં 20 વર્ષનો વધારો કરી શકાયો હતો જેમાં પ્રથમવાર ઘટાડો નોંધાયો છે. આયુષ્યના છેલ્લા બે વર્ષમાં વધારો કરવા માટે 10 વર્ષ લાગ્યા હતા. ભારતમાં પણ સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો છે જે ચિંતાજનક છે.