જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને કારણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સૌરાષ્ટ્રના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા વધતા જઈ રહ્યા છે, અનેકવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે સિંહ-સિંહણ અને બાળ સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. આ પ્રકારની ઘટનાના અનેક વીડિયો પણ જાહેરમાં આવી રહેલા છે. ઘણી વખત ગામમાં આરામથી ફરતા સિંહના વિડિઓ સામે આવતા રહ્યા છે જોકે હમણાં જે વીડિયો સામે આવ્યો છે તે વન વિભાગના અદભૂત રેસ્ક્યુનો છે જેમાં કુવામાં પડેલા બાળ સિંહને વન વિભાગની ટીમ સહીસલામત રીતે બહાર કાઢ્યુ હતુ.
વાયરલ થઇ રહ્યો છે તે જુનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામનો છે. સિંહ બાળ જુનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં આવી ચઢ્યું અને ગામના એક ખેતરમાં કુવામાં પડી ગયું હત. વિડિઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહ બાળ ગભરાયેલું અને કુવામાંથી બહાર આવવા માટે તરી રહ્યું છે.
#WATCH | Gujarat: A 1-year-old lion cub fell into a well of farm in Lodhva village of Sutrapada taluka in Junagadh earlier this morning. It was safely rescued later and shifted to Amrapur Animal Care Center. pic.twitter.com/tI2boBcrgp
— ANI (@ANI) December 17, 2024
સિંહ બાળ કુવામાં પડ્યું હોવાની જાણ ગ્રામજનોને થતા ગામના લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ તરત ઘટના સ્થાને પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે સિંહ બાળના રેસ્ક્યૂની કામગીરી આરંભી દીધી હતી. વિડિઓમાં જોઈ શકાય છે કે વન વિભાગની ટીમનો પરિશ્રમ કારગર સાબિત થયો અનઃ કુવામાથી સિંહ બાળને સહીસલામત બહાર કાઢવામાં આવ્યુ હતુ. આશરે એકાદ વર્ષના સિંહ બાળનું રેસ્ક્યૂ કર્યા બાદ તેને સંભાળપૂર્વક સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યુ હતુ.