- હાઈકોર્ટે સીધી લિટીની અનામતની અમલવારી કરવા આપ્યો આદેશ
- 7 તબક્કામાં મહિલા અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સૂચન
- 1-8-2018 ના પરિપત્રની અમૂક જોગવાઈને હાઇકોર્ટે રદ્દ કરી

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને નિર્દેશ કર્યા છે. મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે.
શું હતો 1-8-2018નો પરિપત્ર?
સામાન્ય વહીવટ વિભાગે 1 ઓગસ્ટ 2018ના રોજ એક ઠરાવ કર્યો હતો. ઠરાવથી 18 વર્ષ જુની અનામત નીતિમાં સરકારે બદલાવ કર્યો હતા. અનામત વર્ગ જનરલથી વધુ મેરિટ મેળવે તો પણ અનામત પુરતા જ મર્યાદિત રહે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે.
પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે. મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળે. GRને કારણે અનામત વર્ગની મહિલાઓ નોકરીથી વંચિત રહી. અનામત વર્ગની મહિલાઓ અને બિનઅનામત વર્ગ કરતા પણ વધુ માકર્સ આવ્યા તો પણ નોકરી ન મળે.
1-8-2018 ના પરિપત્ર પર શું કહ્યું હાઇકોર્ટે?
100 લોકોની ભરતી કરવાની હોય તો કેવી રીતે કરવી એ હાઈકોર્ટે સૂચવ્યું છે. 100માંથી પહેલા 51 જનરલ કેટેગરીમાં ભરવાના જે મેરિટ મુજબ જ ભરવા. જ્યારે મેરિટ મુજબ 51 લોકોમાં તમામ કેટેગરી એટલે કે SC, ST, OBCના ઉમેદવાર પણ હોઈ શકે. 51 ઉમેદવારોમાં હોરિઝોન્ટલ અનામતના ધોરણે 17 મહિલાઓ ભરવી જરૂરી છે. 33 ટકા લેખે 51 ઉમેદવારોમાંથી 17 મહિલાની ભરતી જનરલ કેટેગરીમાં જરૂરી છે.
હાઇકોર્ટે જૂનાં પરિપત્રમાં શુ સુધારા સૂચવ્યા એ જાણો

- સીધી લીટીમાં અનામતની અમલવારી માટે 7 સ્ટેપની જોગવાઇ
- અનામાત માટે હોરિઝોન્ટલ રિઝર્વેશનનું કોર્ટે દ્રષ્ટાન્ત આપ્યું
- 100 બેઠક પર ભરતીમાં મહિલા અનામતનો દાખલો આપ્યો
- ઓપન ગેટેગરીની 17 મહિલા, SCની ચાર મહિલા અનામત
- STની 6 મહિલા અને OBCની 7 મહિલાને ગણવી
- 33 ટકા મહિલા અનામતની કેટેગરીમાં મહિલાને સમાવેશ કરવો
- આ કેટેગરીમાં મહિલાની જગ્યાને જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારને ન ભરવો
- હાઇકોર્ટે 01-08-2018ના પરિપત્રની 12 અને 13ની જોગવાઇ માન્ય રાખી
- મહિલા અનામતની લાભ લેવાની ઇચ્છ હશે તો જ અનામત ગણાશે
- હુકમથી ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઓપન જ ગણાશે
- પુરુષની જેમ જ મહિલાને પણ ઓપન કેટેગરીનો લાભ મળશે 49માંથી આ 7 મહિલાઓ કોઈપણ કેટેગરીની હોઈ શકે છે જેને જનરલ કેટેગરીમાં ઉમેરી દેવી
- આમ 7 મહિલાઓ જે જનરલ કેટેગરીમાં 33 ટકા પુરા કરવા નહોતી મળતી તેનો ઉકેલ હાઈકોર્ટે આપ્યો
બિનઅનામત વર્ગની શું હતી માંગ?
બિનઅનામત વર્ગની મહિલાઓનું ઠરાવને સમર્થન છે. આ મહિલાઓની માગ હતી કે, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. 1 ઓગસ્ટ 2018ના ઠરાવ સાથે કોઇ બાંધછોડ ન થાય. સરકાર પરિપત્રમાં ફેરબદલ કરે તો અમને વિશ્વાસમાં લે.
અનામત વર્ગની શું હતી માંગ?

અનામત વર્ગની મહિલાઓનો ઠરાવ પર વિરોધ છે. ઓગસ્ટ 2018નો ઠરાવ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ ઠરાવના મુદ્દા 12 અને 13 સામે અનામત વર્ગનો વિરોધ છે. છેલ્લા ઘણા સમયથી GRના વિવાદનો અંત નથી આવી રહ્યો.