– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું
– કોઈ પ્રકારના નવા વેરા વગરનું ડ્રાફ્કમટ બજેટ
– દરેક ઝોનમાં સ્માર્ટ સ્કુલ બનાવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ ઓનલાઈન રજુ કર્યું હતું. કમિશ્નર લોચન સહેરાએ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ₹8111 કરોડ નું અંદાજપત્ર રજુ કર્યું હતું. વર્ષ 2022-23 ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ડ્રાફ્ટ અંદાજપત્રની વિશિષ્ટ બાબત એ છે કે કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા દ્વારા ચાલુ વર્ષે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદુષણ મુક્ત ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત સ્ટેન્ડીંગ કમિટિ સુધારા વધારા કરી અંદાજીત 10 ટકાનો વધારો કરી રૂ. 8500 કરોડની આસપાસનું બજેટ મંજુર કરશે એવું મનાઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટની મહત્વપૂર્ણ બાબતો
વર્ષ 2022-23 ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કરવામાં કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.
– સામાન્ય વેરામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
– વોટરવેરામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
– વાહનવેરામાં પણ કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
– હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે ₹128 કરોડની ફાળવણી કરવામાં આવશે.
– વોટર પ્રોજેકટ માટે ₹375.85 કરોડની જોગવાઈ કરવામાં આવી.
– નવા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો અને પાણીની ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવશે
– નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ₹590 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
– 100 નવી AC બસો ખરીદવાની જોગવાઈ કરવામાં આવી.
– નવા 100 રૂટ માટે 600 નવી ઈ રીક્ષા કનેક્ટિવિટી માટે રાખવામાં આવશે.
– સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે ₹90 કરોડની જોગવાઈ કરવામાં આવી.
– BRTS માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી.
– AMTS માટે ₹390 કરોડની જોગવાઈ કરવામાં આવી.
– સ્માર્ટ સીટી માટે ₹53 કરોડની જોગવાઈ કરવામાં આવી.
– નવા ફલાયઓવર બ્રિજ અને રેલવેના 3 અડરબ્રિજની જોગવાઈ કરવામાં આવી.
– ₹21 કરોડના ખર્ચે 5 કોમ્યુનિટી હોલ,ઓડિટોરિયમ બનાવવાની જોગવાઈ કરવામાં આવી.
– ગોતા, લાંભા અને રામોલમાં ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
– 3 નવા ફાયર સ્ટેશન માટે ₹75 કરોડની જોગવાઈ કરવામાં આવી
– શીલજ, ચાંદલોડિયા અને વાસણામાં નવી ફાયર ચોકી બનાવવામાં આવશે.
– શહેરમાં ઝોન દીઠ એક એમ કુલ 7 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે.
– ખાડીયા,મણિનગર અને ઓઢવમાં સ્માર્ટ સ્કૂલના કામ પ્રગતિમાં
શીલજ,બોપલ,ઘુમામાં મોર્ડન તથા ઇ મોર્ડન શાળાઓ બનવામાં આવશે.
– થલતેજ અને અસારવામાં આદર્શ સ્કૂલો બનાવવામાં આવશે