Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ખૂબ જ ખતરનાક વળાંક પર છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચેતવણી આપી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ (Iran Israel War) શાંત થવાનું નામ નથી લઈ રહ્યું ત્યાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.

ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાનની રાજધાની તેહરાન ખાલી કરી દેવી જોઈએ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનનો પરમાણુ કરાર પર હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય મૂર્ખામીભર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન વિશે એક પોસ્ટ શેર કરીને ચેતવણી આપતા લખ્યું છે કે, “ઈરાને જે મેં કહ્યું હતું તે કરાર પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા. આ કેટલી શરમજનક અને માનવ જીવનની બરબાદીની વાત છે. સીધા શબ્દોમાં કહીએ તો, ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવા જોઈએ નહીં. મેં વારંવાર કહ્યું છે કે! બધાએ તાત્કાલિક તેહરાન ખાલી કરી દેવુ જોઈએ!”
US President Donald Trump posts, "Iran should have signed the 'deal' I told them to sign. What a shame, and a waste of human life. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again! Everyone should immediately evacuate Tehran!" pic.twitter.com/6CxDGGK9m8
— ANI (@ANI) June 16, 2025
ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન યુદ્ધ (Iran Israel War) અટકાવવાનો કર્યો હતો દાવો
ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના પ્રયાસોથી ટૂંક સમયમાં ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં (Iran Israel War) શાંતિ સ્થાપિત થઈ શકે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જેમ તેમણે વેપાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કર્યો હતો, તેમ તેઓ ઇઝરાયલ અને ઈરાનને પણ વાતચીતના ટેબલ પર લાવી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, “મેં વેપાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજણ અને સ્થિરતા લાવી. બે શાનદાર નેતાઓ વચ્ચેની વાતચીતથી એક મોટો સંઘર્ષ ટળી ગયો. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં આવી જ સમજૂતી શક્ય છે.”
[…] (Trump) મોડી રાત્રે જાહેરાત કરી કે તેમણે ઈઝરાયલ-ઈરાન સીઝફાયર કરાવી યુદ્ધ બંધ કરાવી દીધું […]
[…] પ્રયાસો ઉપર પાણી ફેરવી શકે છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વિશ્વને ક્યાં લઈ જશે તે હવે અનિશ્ચિત […]