- સેનેટાઈઝર હાથમાં લગાવીને ફટાકડા ફોડવા નહીં
- સેનેટાઈઝરમાં આલ્કોહોલ હોવાથી દાઝી જવાનો ભય રહે છે
- સેનેટાઈઝર લગાવી ફટાકડા ફોડવા જોખમી બની શકે
દિવાળીની ઉજવણી અને ફટાકડા
દિવાળી એટલે સામાન્ય લોકોની ભાષામાં કહીએ તો ‘બાર મહિનાનો તહેવાર”. સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળે છે, ફટાકડાની આતશબાજી અને ધડબડાટીથી આકાશ ગજવી મુકવા થનગનાટ જોવા મળતો હોય છે. જોકે આ વખતની દિવાળી સાવ જ અલગ છે, જુદી દિવાળી છે આ વર્ષની. દર વર્ષે અનેક લોકો ફટાકડાથી દાઝી જતા હોવાની દુર્ઘટનાઓ બનતી જ હોય છે. આ વર્ષની દિવાળી જુદી એટલા માટે જ છે કે આ વર્ષે દાઝી જવાથી બચવાનો એક ઉપાય સૌની પાસે છે.
સેનેટાઈઝર હાથમાં લગાવીને ફટાકડા ફોડવા જોખમી બની શકે
સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી ગ્રસ્ત છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવાના એક ઉપાય તરીકે સેનેટાઈઝરથી હાથ સેનેટાઈઝ કરવાની સલાહ સૌને આપવામાં આવી છે જેનું પાલન સૌએ ચોક્કસપણે કરવું જોઈએ. દિવાળી પર્વ પર ફટાકડા ફોડતી વખતે કોરોનાથી બતાવતું સેનેટાઈઝર જોખમી બની શકે છે. સેનેટાઈઝર હાથમાં લગાવીને ફટાકડા ન ફોડવા જોઈએ, સેનેટાઈઝર હાથમાં લગાવીને ફટાકડા ફોડવાથી દાઝી જવાનું જોખમ ઊભું થાય છે.
સેનેટાઈઝરમાં ઝડપથી આગ પકડે એવું તત્વ આલ્કોહોલ છે
દિવાળીમાં અથવા અન્ય કોઈ પ્રસંગે જ્યાં સુધી કોરોના મહામારીથી છુટકારો ન મળે ત્યાં સુધી સેનેટાઈઝર હાથમાં લગાવીને ફટાકડા ફોડવા નહીં. સેનેટાઈઝરમાં 60-70% આલ્કોહોલ હોય છે. સેનેટાઈઝર ઘણી મિનીટો સુધી હાથ પર રહેતું હોય છે ત્યારે જો હાથ પર સેનેટાઈઝર લગાવેલું હોય તો આલ્કોહોલ આગ ઝડપી લે એવું બની શકે છે. આ કારણે ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર લગાવેલા હાથ હોય તો જોખમી સાબિત થઈ શકે છે.
મીણબત્તી, દીવો પેટાવતા વખતે ખાસ કાળજી રાખવી
દિવાળી એટલે દિવડાનું અને અને એવા અનેક દિવડાઓ થકી પ્રકાશનું પર્વ છે. સમગ્ર દેશમાં પ્રત્યેક ઘર દિવડાઓથી ઝગમગી ઉઠે છે. દિવડાઓના આ પર્વ પર આ વર્ષે ખાસ તકેદારી દિવડા, મીણબત્તી પેટાવતી વખતે પણ રાખવાની જરૂર છે. જો હાથમાં સેનેટાઈઝર લગાવ્યું હોય અને પુરતી કાળજી લેવામાં ન આવે તો સેનેટાઈઝરમાં રહેલો આલ્કોહોલ આગ પકડી શકે છે, દઝાડી શકે છે.
હાથમાં ફોડી શકાય એવા ફટાકડા ફોડતી વખતે સચેત રહેવું આવશ્યક
ફટાકડા એ દિવાળીની આગવી ઓળખ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખુણે રહેલા ભારતીય આ દિવસે ફટાકડા ચોક્કસ ફોડતા હોય છે. ફટાકડામાં ઘણી જુદી જુદી વેરાયટઓ આવતી હોય છે એમાંની એક વેરાયટી જે જોખમી બની શકે છે તે છે હાથમાં ફોડી શકાય એવા ફટાકડા જેવા કે તારામંડળ, ફૂલઝડી, ચકરડી વગેરે. હાથમાં ફોડી શકાય એવા ફટાકડા ફોડતા પહેલા ખાસ કાળજી લેવી જોઈએ કારણકે આ ફટાકડા હાથમાં જ રહેતા હોઈ જો સેનેટાઈઝરવાળા હાથ હોય તો હાથ ફટાકડાની આગ પકડી લે એવું બની શકે છે. હાથમાં ફોડવાના ફટાકડા મોટાભાગે બાળકોને માટે હોય છે ત્યારે વિશેષ કાળજી રાખવી, ધ્યાન રાખવું આવશ્યક છે.
સેનેટાઈઝરની પ્લાસ્ટિકની બોટલ યોગ્ય જગ્યાએ મુકવી આવશ્યક
ફટાકડા, મીણબત્તી, દીવડા પ્રગટાવવા વગેરે બાબતોમાં જેમ આ વર્ષે દિવાળી ઉપર ધ્યાન રાખવા જેવું છે એવી જ રીતે ખાસ ધ્યાન સેનેટાઈઝરની પ્લાસ્ટિકની બોટલનુ પણ રાખવામાં આવે તે જરૂરી છે. મોટા ભાગના ઘરમાં એવું બનતું હોય છે કે સેનેટાઈઝરની બોટલ હાથ સેનેટાઈઝ કરીને જે જગ્યાએ હાથ સેનેટાઈઝ કર્યા હોય ત્યાં જ મુકી દેવામાં આવતી હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન ફૂટતા ફટાકડાની ચિનગારી જો સેનેટાઈઝરની પ્લાસ્ટિકની બોટલ પર પડે તો પણ જોખમ ઊભું કરી શકે છે ત્યારે સેનેટાઈઝરની પ્લાસ્ટિકની બોટલ ઘરમાં એવા સ્થાન ઉપર મુકવામાં આવવી જોઈએ જ્યાં આગ, ફટાકડાની ચિનગારી પહોંચી ન શકે.
સેનેટાઈઝરમાં રહેલા આલ્કોહોલથી આગ લાગવાનું જોખમ વધી શકે છે
વૈશ્વિક મહામારી કોરોનાથી બચવાના એક ઉપાય તરીકે હાથ સેનેટાઈઝ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન સૌ લોકો ત્યારે તકેદારી રાખવા ચોક્કસ હાથને સેનેટાઈઝ કરીશું જ અને એ આવશ્યક પણ છે જ. નિષ્ણાતોના મતે સેનેટાઈઝર આલ્કોહોલ બેઝ્ડ હોય છે અર્થાત્ એમાં આલ્કોહોલનું પ્રમાણ 60% થી 70% જેટલું હોય છે. આલ્કોહોલ જોકે કેટલાક સમયમાં જાતે જ ઊડી જવાનો ગુણધર્મ ધરાવે છે પરંતુ જો આલ્કોહોલ સેનેટાઈઝર લગાવ્યા બાદ સંપૂર્ણપણે ઊડી ન ગયું હોય તો આગ લાગવાનું, દાઝી જવાનું જોખમ વધી જાય છે. આ જોતાં આ વર્ષે દિવાળી પર્વની ઉજવણી કરવામાં ફટાકડા ફોડતી વખતે ખાસ કાળજી રાખવી જરૂરી છે.