Digital Ads: જાહેરાતોનું નિરીક્ષણ કરતી સંસ્થાએ સરકારને જાણ કરી છે કે મોટાભાગની ભ્રામક જાહેરાતો ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. સંસ્થાએ એક યોગ્ય યાદી તૈયાર કરી છે અને તે કંપનીઓની યાદી મોકલી છે જેમણે તેમની જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
જાહેરાતોમાં ભ્રામક વાતો જણાવવી એ કોઈ નવી વાત નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સે આવતી ડિજિટલ જાહેરાતો (Digital Ads) આ મામલે થોડો હોબાળો મચાવ્યો છે. સ્વ-નિયમનકારી સંસ્થા એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2024-25માં, મોટાભાગની સમસ્યારૂપ ડિજિટલ જાહેરાતો (Digital Ads) ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, કાઉન્સિલે નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાની શંકા ધરાવતી 7,199 જાહેરાતોની તપાસ કરી હતી તેમાંથી લગભગ 95 ટકા જાહેરાતો ડિજિટલ પ્લેટફોર્મ પર હતી. ડિજિટલ જાહેરાતો (Digital Ads) દ્વારા ભ્રમ ફેલાવતી કંપનીઓમાં એપ અને એચયુએલ જેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર નિયમોનું ઉલ્લંઘન કરતી શંકાસ્પદ ડિજિટલ જાહેરાતોમાંથી (Digital Ads) બે તૃતીયાંશથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાયોજિત જાહેરાતો હતી. આ ઉપરાંત, 32 ટકા ડિજિટલ જાહેરાતો (Digital Ads) કંપનીઓની પોતાની વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરના દાવાઓ સાથે સંબંધિત હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે ASCI એ કુલ 9,599 ફરિયાદોની તપાસ કરી. આમાંથી 7,199 ની તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણ કરાયેલ કુલ જાહેરાતોમાંથી, 98 ટકામાં ફેરફારોની જરૂર હોવાનું જણાયું હતું.
94% of Misleading Ads Found Online: ASCI Report Flags Influencer Breaches and Illegal Promotionshttps://t.co/Qus8eDM48b
— Moneylife (@MoneylifeIndia) May 28, 2025
via Moneylife App. Download Now : https://t.co/oCY4nDKVz1 @suchetadalal @Moneylifers @yogtoday
ફેસબુક પર સૌથી વધુ ભ્રમણાઓ ફેલાવાઈ
રિપોર્ટ અનુસાર, જેમાં સમસ્યાઓ હતી એવી જાહેરાતોમાં સૌથી વધુ 79 ટકા જાહેરાતો ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પાસે હતી. કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને જનરલ સેક્રેટરી મનીષા કપૂરે જણાવ્યું હતું કે સ્વ-નિયમનકારી સંસ્થાઓ (SRO) માટે ડિજિટલ મીડિયા સૌથી મોટો પડકાર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. ટીવી, પ્રિન્ટ મીડિયા અને અન્ય માધ્યમો પર જાહેરાતો એ જ રીતે પ્રસારિત થાય છે. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મનું અલ્ગોરિધમ-સંચાલિત વિશ્વ એ સુનિશ્ચિત કરે છે કે વિવિધ વપરાશકર્તાઓ તેમની સ્ક્રીન પર વિવિધ જાહેરાતો જુએ, જેના કારણે દેખરેખનું કાર્ય ખૂબ મુશ્કેલ બને છે.

ડિજિટલ જાહેરાતો (Digital Ads) પર ફ્રેન્ચ કંપની રાખશે નજર
કપૂરે જણાવ્યું હતું કે ASCI તેના ટેકનોલોજી રોકાણોમાં વધારો કરી રહ્યું છે અને ડિજિટલ વિશ્વમાં આવતી જાહેરાતો ઉપર નજર રાખવા માટે સાધનો વિકસાવવામાં મદદ કરવા ફ્રેન્ચ સંસ્થા સાથે જોડાણ કર્યું છે. ડિજિટલ જાહેરાતો બાબતે અન્ય દેશો પણ સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ક્ષેત્રીય દ્રષ્ટિકોણથી, 7,078 જાહેરાતોમાં સુધારાની જરૂર હતી, તેમાંથી મોટાભાગની 43.52 ટકા જાહેરાતો વિદેશી સટ્ટાબાજી સાથે સંબંધિત હતી, જ્યારે લગભગ 25 ટકા જાહેરાતો રિયલ એસ્ટેટ ક્ષેત્રની હતી.

3,347 જાહેરાતો પર કરવામાં આવશે કાર્યવાહી
સ્વ-નિયમનકારી સંસ્થાઓએ યોગ્ય કાર્યવાહી માટે સરકારી નિયમનકારી એજન્સીઓને 3,347 જાહેરાતો અંગે જાણ કરી છે. આમાંની મોટાભાગની જાહેરાતો સટ્ટાબાજી/જુગાર, જાદુઈ સ્વાસ્થ્ય ઉપચારનો દાવો કરતી દવાઓ અને દારૂ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનોની જાહેરાતને પ્રતિબંધિત કરતા કાયદાઓ સાથે સંબંધિત છે. આશ્ચર્યજનક વાત એ છે કે સટ્ટાબાજી કંપનીઓ ઉપરાંત, એપલ, હિન્દુસ્તાન યુનિલિવર અને લોરિયલ જેવી કંપનીઓએ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી જાહેરાતો આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો