ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 96
કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 96
ભાગલા પછી તરત મુસ્લિમ લીગે
હજારો અધિકારીઓ અને નાગરિકોની કતલનો પ્લાન બનાવ્યો… આર.એસ.એસ.એ પ્લાન નિષ્ફળ બનાવ્યો
મુસલમાનો તો શીખોને હિન્દુત્વનું જ એક અંગ ગણતા હતા. ઇસ્લામી આક્રમણો અને ક્રૂરતા વિરુદ્ધ શીખ પંથે શતાબ્દીઓ સુધી લાંબો સંઘર્ષ કર્યો હતો. મુસ્લિમ માનસ આ વાત કેવી રીતે ભૂલી શકે ? મુસ્લિમોની નજરમાં તો શીખ પંથ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનો મહાન રક્ષક અને તેમનો દુશ્મન ક્રમાંક એક હતો. આથી એકમેક શીખને પાકિસ્તાનમાંથી બહાર તગેડી મૂકવા એ જ તેમનું એકમેવ લક્ષ્ય બનાવ્યું.
‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડ હિન્દુસ’ (1947) પુસ્તકનો શબ્દે-શબ્દ ચીસો પાડીને કહે છે : ‘અમે નીકળ્યા નથી,અમને કાઢી મૂકવામાં આવ્યા, ધક્કા મારી-મારીને તગેડી મૂકવામાં આવ્યા, અમારી બહેન-દીકરી અને વહુ પર અત્યાચારની પાશવીલીલા ખેલીને અમારી પ્રિય માતૃભૂમિ છીનવી લેવાઈ છે. અત્યાચારના આતંક હેઠળ અમારી ધરતી ખૂંચવી લીધી છે. અમે સામે ચાલીને અમારી ભારતમાતાના એક ભાગને દુશ્મનોના હવાલે નથી કર્યો. અમારી સાથે છળકપટ-વિશ્વાસઘાત કરીને ભારતભૂમિને પડાવી લીધી છે.
લેખક પાકિસ્તાનની કલ્પનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પાકિસ્તાનની અવધારણાને સમજવાનો પ્રયત્ન કરે છે. લેખક અંતે જવાબ મેળવે છે કે પાકિસ્તાનનો જન્મ કોઇ મુસ્લિમ લીગ કે કોઇ મહંમદ ઝીણા નામના નેતાના દિમાગમાંથી થયો નહોતો, એ તો ભારતમાં ઇસ્લામના પ્રવેશ અને વિસ્તારની શતાબ્દીઓથી ચાલી આવતી અત્યાચારી કથાનો એક નાનકડો ભાગ છે, નાનકડો એક પડાવ માત્ર છે.
જે ભારતનો ભાગ મુસ્લિમોને મળ્યો ત્યાં હિન્દુ-શીખો અબજોની સંપત્તિ મૂકીને ભારત આવ્યા. હજારોની કત્લેઆમ થઇ. બીજી તરફ મુસલમાનો કુલ મળીને ૨૫૦ કરોડ રૂપિયાથી પણ ઓછી સંપત્તિ ખંડિત ભારતમાં મૂકીને ગયા હતા, જ્યારે એકલા પંજાબમાં જ હિન્દુ-શીખ સંપત્તિનું મૂલ્ય 1400 કરોડ રૂપિયાથી વધારે હતું. પશ્ચિમ પાકિસ્તાનમાં રહી ગયેલા પૂજા સ્થળોની એક લાંબી યાદી પણ ‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડ હિન્દુસ’ (1947) પુસ્તકમાં આપેલી છે. હિંગળાજ માતા, નનકાના સાહેબ, ગુરુ અર્જુનદેવના શહીદ સ્થળથી લઇને અગણિત પવિત્ર સ્થળો ત્યાં નિરાધાર હાલતમાં રહી ગયાં. આ પુસ્તકનો શબ્દે-શબ્દ ચીસો પાડીને કહે છે : ‘અમે નીકળ્યા નથી,અમને કાઢી મૂકવામાં આવ્યા, ધક્કા મારી-મારીને તગેડી મૂકવામાં આવ્યા, અમારી બહેન-દીકરી અને વહુ પર અત્યાચારની પાશવીલીલા ખેલીને અમારી પ્રિય માતૃભૂમિ છીનવી લેવાઈ છે. અત્યાચારના આતંક હેઠળ અમારી ધરતી ખૂંચવી લીધી છે. અમે સામે ચાલીને અમારી ભારતમાતાના એક ભાગને દુશ્મનોના હવાલે નથી કર્યો. અમારી સાથે છળકપટ-વિશ્વાસઘાત કરીને ભારતભૂમિને પડાવી લીધી છે. આવું કેમ થયું ? જે ભૂમિએ અમને જન્મ આપ્યો, ઉછેર્યા – પોષણ કર્યું, જેના કણ-કણને અમે પ્રેમ કરતા હતા, જેની સાથે અમારી યુગ-યુગથી સ્મૃતિઓ સંકળાયેલી હતી, જે ભૂમિમાં અમારા પૂર્વજોના રક્ત અને પસીનો સિંચાયેલા હતા એ ભૂમિ પરથી-અમારી ઇચ્છા ન હોવા છતાં અમને કેમ ઉખાડીને ફેંકી દીધા ? કેમ ? શા માટે ? માતૃભૂમિ પ્રત્યેના પ્રેમની આવી કિંમત શા માટે ચૂકવવી પડી ?’
આવા તમામ પ્રશ્રનો જવાબ શોધવાનો પ્રયત્ન આ પુસ્તકે કર્યો છે. આ પુસ્તકની આ જ સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ છે. આવા પ્રશ્રોની જિજ્ઞાસાથી લેખક પાકિસ્તાનની કલ્પનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પાકિસ્તાનની અવધારણાને સમજવાનો પ્રયત્ન કરે છે. લેખક અંતે જવાબ મેળવે છે કે પાકિસ્તાનનો જન્મ કોઇ મુસ્લિમ લીગ કે કોઇ મહંમદ ઝીણા નામના નેતાના દિમાગમાંથી થયો નહોતો, એ તો ભારતમાં ઇસ્લામના પ્રવેશ અને વિસ્તારની શતાબ્દીઓથી ચાલી આવતી અત્યાચારી કથાનો એક નાનકડો ભાગ છે, નાનકડો એક પડાવ માત્ર છે. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં સ્વતંત્ર ઇસ્લામી રાજ્યની સ્થાપના તેનું પ્રથમ પગલું છે. તેને આધાર બનાવી બાકીના ભારતનું ઇસ્લામીકરણ તેનું બીજું પગલું છે. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં લેખકે પાકિસ્તાનની અવધારણાનો જન્મ, વિકાસ અને સ્વરૂપનું વિવેચન કર્યું છે. સર મોહમ્મદ ઇકબાલ, અબ્દુલ લતીફ, રહમતઅલી અને મહંમદ અલી ઝીણાના ચિંતનનું વિષ્લેષણ કર્યું છે. સૌથી પહેલાં ‘પાકિસ્તાન’ નામ પ્રચલિત કરનાર કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયનો વિદ્યાર્થી રહમતઅલીના શબ્દોમાં પાકિસ્તાનની અવધારણા અને તેની સરહદોના વિસ્તાર પર પ્રકાશ ફેંક્યો છે. 1930 થી 1942 સુધી રહમતઅલીએ એક પછી એક પુસ્તકોમાં પાકિસ્તાનની સરહદોનો ખુલાસો કર્યો. તે મુજબ પાકિસ્તાનની સરહદોમાં પશ્ચિમમાં પંજાબ, સિંધ, ઉત્તર-પશ્ચિમ સરહદ પ્રાંત, બલુચિસ્તાન અને કાશ્મીર, પૂર્વમાં આસામ,બંગાળ તથા દક્ષિણમાં હૈદરાબાદ અને મલબારને પણ સામેલ થવાનું છે. બાકીના ભારતને ‘દીનિયા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યું. તેમાં ઠેર-ઠેર મુસ્લિમ વર્ચસ્વવાળા વિસ્તારો ઊભાં કરી, તેને ઇસ્લામના વિસ્તારનું ભાવિ લક્ષ્ય બનાવવામાં આવશે. ઇસ્લામી રાષ્ટ્રમાં બિન મુસ્લિમ લઘુમતીઓનું કોઇ સ્થાન હોઇ શકે નહીં, કારણ કે તે મુસ્લિમ ચરિત્રને નબળું પાડવાનું કામ કરશે. આથી તેમને મુસલમાન બનાવવા કે ખતમ કરવા અથવા તગેડી મૂકવા મુસ્લિમ રાજ્યની શુદ્ધતા માટે જરૂરી હશે. એટલા જ માટે રહમતઅલી, અબ્દુલ લતીફ અને સ્વયં મહંમદઅલી ઝીણાએ પણ વારંવાર વસ્તી હેરફેરની માગણી કરી હતી. મહંમદઅલી ઝીણાએ 18 માર્ચ 1947 રોજ મુંબઈમાં ‘મુસ્લિમ ચેમ્બર ઑફ કૉમર્સ’ સમક્ષબોલતાં કહ્યું હતું : ‘હું ખૂબ વિચાર્યા પછી કહું છું કે વસ્તી અદલા-બદલી જરૂરી છે અને તે કરવી જ પડશે. આ કામ કોઇ બિનસરકારી સંગઠનથી થઇ શકે તેમ નથી. ‘નોઆખલી કાંડ તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું : ‘આ વસ્તી હેરફેરની એક પ્રક્રિયા જ છે.’ પરંતુ ધર્મનિરપેક્ષતા અને સર્વ ધર્મ સમભાવના નશામાં ચૂર આપણા તત્કાલીન નેતા ઇસ્લામ અને ઇસ્લામી રાજ્યના ચરિત્રને સમજી શક્યા નહીં. ઇતિહાસની ચેતવણીઓ પણ તેમના કાને સંભળાઇ નહીં. પરિણામે લગભગ 70 લાખ હિન્દુ શીખ પશ્ચિમ પાકિસ્તાનમાંથી શરણાર્થી બનીને આવ્યા. 1947 માં લગભગ બે કરોડ હિન્દુઓને પૂર્વ પાકિસ્તાનમાંથી તગેડી મૂકવામાં આવ્યા. ગોરા લેખક લિયોનાર્ડ મોસલેના આંકડા સાચા માનીએ તો પણ ઇતિહાસ બોધથી શૂન્ય, સત્ય પ્રત્યે આંધળા ભીંત અને પોતાની જ કલ્પનામાં ચૂર કોન્ગ્રેસ નેતૃત્વના અંધાપાના કારણે આ રાષ્ટ્રએ 6 લાખની હત્યા, 1 કરોડ 40 શરણાર્થી, 1 લાખ નારીઓના અપહરણ, બળજબરીપૂર્વક ધર્માંતર સ્વરૂપે ગુમાવવા પડ્યા. (ધ લાસ્ટ ડેજ ઑફ ધ બ્રિટિશ રાજ, જૈકો સંસ્કરણ-પૃષ્ઠ 281)
‘ભાગલા પાડો અને રાજ કરો’ની બ્રિટિશ કૂટનીતિનો શિકાર બની પોતાના ઐતિહાસિક મૂળથી અલગ થઇને શીખો માટે અલગ ભાગ્યની કલ્પના કરનાર શીખ નેતૃત્વને ભાગલાની ક્રૂર ઘડીઓમાં સમજાઇ ગયું કે પોતાના મૂળથી અલગ થવું સરળ નથી. બીજાની નજરે તો આજે પણ તે પોતાના મૂળ શરીરના એક અંગરૂપ જ ગણાતા હતા. ભાગલા વખતે એ જ થયું. મુસલમાનો તો શીખોને હિન્દુત્વનું જ એક અંગ ગણતા હતા. ઇસ્લામી આક્રમણો અને ક્રૂરતા વિરુદ્ધ શીખ પંથે શતાબ્દીઓ સુધી લાંબો સંઘર્ષ કર્યો હતો. મુસ્લિમ માનસ આ વાત કેવી રીતે ભૂલી શકે ? મુસ્લિમોની નજરમાં તો શીખ પંથ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનો મહાન રક્ષક અને તેમનો દુશ્મન ક્રમાંક એક હતો. આથી એકમેક શીખને પાકિસ્તાનમાંથી બહાર તગેડી મૂકવા એ જ તેમનું એકમેવ લક્ષ્ય બનાવ્યું. હિન્દુ-શીખ ઓળખ – એકાત્મતાનો સાક્ષાત્કાર કરાવવાની દ્રષ્ટિએ પણ આ પુસ્તક અદભૂત છે.
પાકિસ્તાનના નિર્માણની સાથે જ ભારતમાં મુસ્લિમ રાજ્યના નિર્માણની કલંકિત કથા પૂરી થઇ નથી. આ પરંપરા આજે પણ ચાલુ છે. કાશ્મીર ખીણમાંથી હિન્દુઓને ભગાડી મૂકવા, કેરળમાં મલ્લપુરમ્, મુસ્લિમ જિલ્લાની રચના, મુસ્લિમ ઘૂસણખોરી,ભારતભરમાં વેરાયેલા પાકિસ્તાની એજન્ટો, સેક્યુલર પક્ષોને નમાવવાની મુસ્લિમ રણનીતિ, મુસ્લિમઅનામતની માગણી, આરબ ઇસ્લામી રાષ્ટ્રમાંથી અઢળક પ્રમાણમાં આવી રહેલા પેટ્રો ડોલર, શસ્ત્રો સીએએ સમયે શાહીબાગની ઘટના વગેરે બાકી બચેલા ભારતને મુસ્લિમ રાજ્ય તરફ લઇ જવા માટેનાં એક-એક પગલાં છે. આ બધાં જ પગલાં પાછળ છૂપાયેલી યોજનાને સમજવા માટે આ પુસ્તક ઘણું ઉપયોગી બની શકે તેમ છે. દિલ્લીના ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ પ્રકાશન સંસ્થાએ આ દુર્લભ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરી રાષ્ટ્રની ભારે સેવા કરી છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિનથી.
ભાગલાની ભયાનક પીડા અને જેહાદના વરવારુપને સમજવા આ પુસ્તક બહુ ઉપયોગી છે.
ભાગલાના ભયાનક આતંક, અત્યાચાર અને કત્લેઆમ વચ્ચે રાજધાની દિલ્હીમાં સરકારને ઉથલાવવા માટે મુસલમાન ‘વિપ્લવ’નું આયોજન કરી રહ્યા છે એવી અફવાઓએ સ્થિતિને વધારે બગાડી નાખી. મુસલમાનોએ હથિયાર એકઠાં કર્યાં હતાં તેનાથી અફવાઓ સત્ય સાબિત થઈ. મુસલમાનના ઘરની જડતી લેતાં પોલીસને બોંબ, ઘાતક શસ્ત્રો અને દારૂગોળાના ભંડાર મળ્યા. સ્ટેનગન, બ્રેનગન, મોર્ટાર અને વાયરલેસ ટ્રાન્સમિટર પકડાયાં. આ વસ્તુઓને ગુપચુપ બનાવનાર નાનાં – નાનાં કારખાનાં પકડાયાં. અનેક સ્થાનો પર ધમસાણ લડાઈ થઈ ત્યારે મુસલમાનોએ વાસ્તવમાં આ હથિયારોનો ભરપૂર ઉપયોગ કર્યો. શીખ અને હિન્દુ શરણાર્થીઓ અને અન્ય બિન મુસ્લિમ નાગરિકોને સરકારમાં જરાય આસ્થા નહોતી રહી કે મુસલમાનો આક્રમણ કરશે તો સરકાર તેમનું રક્ષણ કરશે. ઘણાને તો શંકા હતી કે સરકાર મુસલમાનો સામે કોઈ કાર્યવાહી નહીં કરે… 4 સપ્ટેમ્બર 1947ના દિવસે દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યાં.
‘પોલીસમાં મુસલમાનો મોટી સંખ્યામાં હતા. આથી સરકારને તોફાનો દબાવવામાં મુશ્કેલી પડી. અનેક મુસલમાન પોલીસ ગણવેશ (વર્દી) અને હથિયાર લઈને ભાગી ગયા. બાકીનાની નિષ્ઠા શંકાસ્પદ હતી. સરકારે અન્ય પ્રાંતોમાંથી પોલીસ અને લશ્કર બોલાવવું પડ્યું.’ આચાર્ય કૃપલાણી : ગાંધી, પૃષ્ઠ: 292-293)
ગૃહપ્રધાન સરદાર પટેલના એક નિવેદનમાં સ્પષ્ટ દેખાય છે કે હિન્દુ બિલકુલ અસલામત હતા અને સરકાર અસહાય હતી તથા તેમને રક્ષણ આપવામાં અસમર્થ હતી. સરદાર પટેલે કહ્યું હતું દરેક નાગરિકે પોતે પોલીસનો ધર્મ નિભાવવો જોઈએ.
જે સુનિયોજિત ‘રાજ્ય બળવા’નો ઉલ્લેખ કૃપલાણીજીએ ‘અફવા’ કહીને જ કર્યો છે, તેના પર પાકિસ્તાનમાં પ્રથમ ભારતીય રાજદૂત શ્રીપ્રકાશના પિતા ભારતરત્ન ડૉ. ભગવાનદાસે વધુ પ્રકાશ ફેંક્યો છે :
‘મને વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક નવયુવાનો 10 સપ્ટેમ્બર 1947ના મુસ્લિમ લીગીઓના ‘બળવા’ ના આયોજન બાબતે યોગ્ય સમયે સરદાર પટેલ અને નહેરુજીને માહિતી પહોંચાડતા હતા. તે દિવસે મુસ્લિમ લીગીઓની યોજના હતી – સરકારના બધા સભ્યો અને હિન્દુ અધિકારીઓ તથા હજારો હિન્દુ નાગરિકોની હત્યા કરી લાલ કિલ્લા પર ‘પાકિસ્તાન’ નો ઝંડો ફરકાવી દેવો અને ત્યારબાદ સમગ્ર ભારત પર અધિકર જમાવી દેવો.’
‘…આ ઉચ્ચ આકાંક્ષા ધરાવતા અને આત્મબલિદાની યુવાનોએ પં. નહેરુ અને સરદાર પટેલને યોગ્ય સમયે સૂચના ન પહોંચાડી હોત તો વર્તમાન સરકારનું ક્યાંય નામોનિશાન ન રહ્યું હોત. આખો દેશ પાકિસ્તાન બની ગયો હોત. કરોડો હિન્દુઓની હત્યા થાત. બાકીના બધાને મુસલમાન બનાવી દેવાયા હોત અથવા તેમને ગુલામ બનવા વિવશ કરી દેવાયા હોત.’ (ઓર્ગેનાઈઝર અંગ્રેજી વીકલી 16 ઓક્ટોબર 1948)
————|: ક્રમશ:|————
©️kishormakwana
જે ભારતનો ભાગ મુસ્લિમોને મળ્યો ત્યાં હિન્દુ-શીખો અબજોની સંપત્તિ મૂકીને ભારત આવ્યા. હજારોની કત્લેઆમ થઇ. બીજી તરફ મુસલમાનો કુલ મળીને ૨૫૦ કરોડ રૂપિયાથી પણ ઓછી સંપત્તિ ખંડિત ભારતમાં મૂકીને ગયા હતા, જ્યારે એકલા પંજાબમાં જ હિન્દુ-શીખ સંપત્તિનું મૂલ્ય 1400 કરોડ રૂપિયાથી વધારે હતું. પશ્ચિમ પાકિસ્તાનમાં રહી ગયેલા પૂજા સ્થળોની એક લાંબી યાદી પણ ‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડ હિન્દુસ’ (1947) પુસ્તકમાં આપેલી છે. હિંગળાજ માતા, નનકાના સાહેબ, ગુરુ અર્જુનદેવના શહીદ સ્થળથી લઇને અગણિત પવિત્ર સ્થળો ત્યાં નિરાધાર હાલતમાં રહી ગયાં. આ પુસ્તકનો શબ્દે-શબ્દ ચીસો પાડીને કહે છે : ‘અમે નીકળ્યા નથી,અમને કાઢી મૂકવામાં આવ્યા, ધક્કા મારી-મારીને તગેડી મૂકવામાં આવ્યા, અમારી બહેન-દીકરી અને વહુ પર અત્યાચારની પાશવીલીલા ખેલીને અમારી પ્રિય માતૃભૂમિ છીનવી લેવાઈ છે. અત્યાચારના આતંક હેઠળ અમારી ધરતી ખૂંચવી લીધી છે. અમે સામે ચાલીને અમારી ભારતમાતાના એક ભાગને દુશ્મનોના હવાલે નથી કર્યો. અમારી સાથે છળકપટ-વિશ્વાસઘાત કરીને ભારતભૂમિને પડાવી લીધી છે. આવું કેમ થયું ? જે ભૂમિએ અમને જન્મ આપ્યો, ઉછેર્યા – પોષણ કર્યું, જેના કણ-કણને અમે પ્રેમ કરતા હતા, જેની સાથે અમારી યુગ-યુગથી સ્મૃતિઓ સંકળાયેલી હતી, જે ભૂમિમાં અમારા પૂર્વજોના રક્ત અને પસીનો સિંચાયેલા હતા એ ભૂમિ પરથી-અમારી ઇચ્છા ન હોવા છતાં અમને કેમ ઉખાડીને ફેંકી દીધા ? કેમ ? શા માટે ? માતૃભૂમિ પ્રત્યેના પ્રેમની આવી કિંમત શા માટે ચૂકવવી પડી ?’
આવા તમામ પ્રશ્રનો જવાબ શોધવાનો પ્રયત્ન આ પુસ્તકે કર્યો છે. આ પુસ્તકની આ જ સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ છે. આવા પ્રશ્રોની જિજ્ઞાસાથી લેખક પાકિસ્તાનની કલ્પનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પાકિસ્તાનની અવધારણાને સમજવાનો પ્રયત્ન કરે છે. લેખક અંતે જવાબ મેળવે છે કે પાકિસ્તાનનો જન્મ કોઇ મુસ્લિમ લીગ કે કોઇ મહંમદ ઝીણા નામના નેતાના દિમાગમાંથી થયો નહોતો, એ તો ભારતમાં ઇસ્લામના પ્રવેશ અને વિસ્તારની શતાબ્દીઓથી ચાલી આવતી અત્યાચારી કથાનો એક નાનકડો ભાગ છે, નાનકડો એક પડાવ માત્ર છે. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં સ્વતંત્ર ઇસ્લામી રાજ્યની સ્થાપના તેનું પ્રથમ પગલું છે. તેને આધાર બનાવી બાકીના ભારતનું ઇસ્લામીકરણ તેનું બીજું પગલું છે. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં લેખકે પાકિસ્તાનની અવધારણાનો જન્મ, વિકાસ અને સ્વરૂપનું વિવેચન કર્યું છે. સર મોહમ્મદ ઇકબાલ, અબ્દુલ લતીફ, રહમતઅલી અને મહંમદ અલી ઝીણાના ચિંતનનું વિષ્લેષણ કર્યું છે. સૌથી પહેલાં ‘પાકિસ્તાન’ નામ પ્રચલિત કરનાર કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયનો વિદ્યાર્થી રહમતઅલીના શબ્દોમાં પાકિસ્તાનની અવધારણા અને તેની સરહદોના વિસ્તાર પર પ્રકાશ ફેંક્યો છે. 1930 થી 1942 સુધી રહમતઅલીએ એક પછી એક પુસ્તકોમાં પાકિસ્તાનની સરહદોનો ખુલાસો કર્યો. તે મુજબ પાકિસ્તાનની સરહદોમાં પશ્ચિમમાં પંજાબ, સિંધ, ઉત્તર-પશ્ચિમ સરહદ પ્રાંત, બલુચિસ્તાન અને કાશ્મીર, પૂર્વમાં આસામ,બંગાળ તથા દક્ષિણમાં હૈદરાબાદ અને મલબારને પણ સામેલ થવાનું છે. બાકીના ભારતને ‘દીનિયા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યું. તેમાં ઠેર-ઠેર મુસ્લિમ વર્ચસ્વવાળા વિસ્તારો ઊભા કરી, તેને ઇસ્લામના વિસ્તારનું ભાવિ લક્ષ્ય બનાવવામાં આવશે. ઇસ્લામી રાષ્ટ્રમાં બિન મુસ્લિમ લઘુમતીઓનું કોઇ સ્થાન હોઇ શકે નહીં, કારણ કે તે મુસ્લિમ ચરિત્રને નબળું પાડવાનું કામ કરશે. આથી તેમને મુસલમાન બનાવવા કે ખતમ કરવા અથવા તગેડી મૂકવા મુસ્લિમ રાજ્યની શુદ્ધતા માટે જરૂરી હશે. એટલા જ માટે રહમતઅલી, અબ્દુલ લતીફ અને સ્વયં મહંમદઅલી ઝીણાએ પણ વારંવાર વસ્તી હેરફેરની માગણી કરી હતી. મહંમદઅલી ઝીણાએ 18 માર્ચ 1947 રોજ મુંબઈમાં ‘મુસ્લિમ ચેમ્બર ઑફ કૉમર્સ’ સમક્ષબોલતાં કહ્યું હતું : ‘હું ખૂબ વિચાર્યા પછી કહું છું કે વસ્તી અદલા-બદલી જરૂરી છે અને તે કરવી જ પડશે. આ કામ કોઇ બિનસરકારી સંગઠનથી થઇ શકે તેમ નથી. ‘નોઆખલી કાંડ તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું : ‘આ વસ્તી હેરફેરની એક પ્રક્રિયા જ છે.’ પરંતુ ધર્મનિરપેક્ષતા અને સર્વ ધર્મ સમભાવના નશામાં ચૂર આપણા તત્કાલીન નેતા ઇસ્લામ અને ઇસ્લામી રાજ્યના ચરિત્રને સમજી શક્યા નહીં. ઇતિહાસની ચેતવણીઓ પણ તેમના કાને સંભળાઇ નહીં. પરિણામે લગભગ 70 લાખ હિન્દુ શીખ પશ્ચિમ પાકિસ્તાનમાંથી શરણાર્થી બનીને આવ્યા. 1947 માં લગભગ બે કરોડ હિન્દુઓને પૂર્વ પાકિસ્તાનમાંથી તગેડી મૂકવામાં આવ્યા. ગોરા લેખક લિયોનાર્ડ મોસલેના આંકડા સાચા માનીએ તો પણ ઇતિહાસ બોધથી શૂન્ય, સત્ય પ્રત્યે આંધળા ભીંત અને પોતાની જ કલ્પનામાં ચૂર કોન્ગ્રેસ નેતૃત્વના અંધાપાના કારણે આ રાષ્ટ્રએ 6 લાખની હત્યા, 1 કરોડ 40 શરણાર્થી, 1 લાખ નારીઓના અપહરણ, બળજબરીપૂર્વક ધર્માંતર સ્વરૂપે ગુમાવવા પડ્યા. (ધ લાસ્ટ ડેજ ઑફ ધ બ્રિટિશ રાજ, જૈકો સંસ્કરણ-પૃષ્ઠ 281)

‘ભાગલા પાડો અને રાજ કરો’ની બ્રિટિશ કૂટનીતિનો શિકાર બની પોતાના ઐતિહાસિક મૂળથી અલગ થઇને શીખો માટે અલગ ભાગ્યની કલ્પના કરનાર શીખ નેતૃત્વને ભાગલાની ક્રૂર ઘડીઓમાં સમજાઇ ગયું કે પોતાના મૂળથી અલગ થવું સરળ નથી. બીજાની નજરે તો આજે પણ તે પોતાના મૂળ શરીરના એક અંગરૂપ જ ગણાતા હતા. ભાગલા વખતે એ જ થયું. મુસલમાનો તો શીખોને હિન્દુત્વનું જ એક અંગ ગણતા હતા. ઇસ્લામી આક્રમણો અને ક્રૂરતા વિરુદ્ધ શીખ પંથે શતાબ્દીઓ સુધી લાંબો સંઘર્ષ કર્યો હતો. મુસ્લિમ માનસ આ વાત કેવી રીતે ભૂલી શકે ? મુસ્લિમોની નજરમાં તો શીખ પંથ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનો મહાન રક્ષક અને તેમનો દુશ્મન ક્રમાંક એક હતો. આથી એકમેક શીખને પાકિસ્તાનમાંથી બહાર તગેડી મૂકવા એ જ તેમનું એકમેવ લક્ષ્ય બનાવ્યું. હિન્દુ-શીખ ઓળખ – એકાત્મતાનો સાક્ષાત્કાર કરાવવાની દ્રષ્ટિએ પણ આ પુસ્તક અદભૂત છે.
પાકિસ્તાનના નિર્માણની સાથે જ ભારતમાં મુસ્લિમ રાજ્યના નિર્માણની કલંકિત કથા પૂરી થઇ નથી. આ પરંપરા આજે પણ ચાલુ છે. કાશ્મીર ખીણમાંથી હિન્દુઓને ભગાડી મૂકવા, કેરળમાં મલ્લપુરમ્, મુસ્લિમ જિલ્લાની રચના, મુસ્લિમ ઘૂસણખોરી,ભારતભરમાં વેરાયેલા પાકિસ્તાની એજન્ટો, સેક્યુલર પક્ષોને નમાવવાની મુસ્લિમ રણનીતિ, મુસ્લિમઅનામતની માગણી, આરબ ઇસ્લામી રાષ્ટ્રમાંથી અઢળક પ્રમાણમાં આવી રહેલા પેટ્રો ડોલર, શસ્ત્રો સીએએ સમયે શાહીબાગની ઘટના વગેરે બાકી બચેલા ભારતને મુસ્લિમ રાજ્ય તરફ લઇ જવા માટેનાં એક-એક પગલાં છે. આ બધાં જ પગલાં પાછળ છૂપાયેલી યોજનાને સમજવા માટે આ પુસ્તક ઘણું ઉપયોગી બની શકે તેમ છે. દિલ્લીના ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ પ્રકાશન સંસ્થાએ આ દુર્લભ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરી રાષ્ટ્રની ભારે સેવા કરી છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

|: ક્રમશ:|
©️kishormakwana