Delhi Exit Polls ના આંકડાઓના વલણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના સંદીપ દીક્ષિતે દાવો કર્યો છે કે દિલ્હીમાં ભાજપને બહુમતી મળશે અને કોંગ્રેસ 10થી વધુ બેઠકો જીતશે. ચૂંટણી પરિણામો બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી છોડીને પંજાબના સીએમ બનશે. સંદીપ દીક્ષિતે એમ પણ કહ્યું કે જો કેજરીવાલ હારશે તો તેમને રાજકીય સંતોષ થશે.
અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બનશે
એક તરફ Delhi Exit Polls ચાલી રહ્યા છે ત્યાં કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે ખળભળાટ મચાવતો દાવો કર્યો છે. દિલ્હી એક્ઝિટ પોલ (Delhi Exit Polls) ના આંકડાઓ આવ્યા બાદ સંદીપ દીક્ષિતને પુછવામાં આવ્યું કે, જો અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં હારશે તો પંજાબના મુખ્યમંત્રી બનશે? ત્યારે સંદીપ દીક્ષિતે ઉત્તર આપ્યો કે એતો જ્યારે 8મીએ પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે પરંતુ અરવિંદ કેજરીવાલ માટે કશું કહી ન શકાય તે કંઈ પણ કરી શકે છે.
અરવિંદ કેજરીવાલ ઘણી વખતે હદથી વધારે નાટક કરે છે. તેઓ એવું કહી શકે છે કે પંજાબના લોકોએ તેમને પંજાબ બોલાવ્યા. તેઓ દિલ્હીથી ભાગી જશે તેવું છે. તેઓ પંજાબના સીએમ બની શકે છે. એટલું જ નહીં, તેમણે દિલ્હીમાં ભાજપને કેટલી સીટો મળશે અને કોંગ્રેસને કેટલી સીટો મળશે તેની ભવિષ્યવાણી પણ કરી દીધી છે.
केजरीवाल को टक्कर दे रहे हैं संदीप दीक्षित, देखिए बड़ी बहस #Delhielections2025 | @KishoreAjwani @AMISHDEVGAN pic.twitter.com/52wZA2QKYb
— News18 India (@News18India) February 5, 2025
ભાજપને મળશે બહુમતી
ન્યૂઝ 18 ઈન્ડિયા સાથે દિલ્હી એક્ઝિટ પોલ (Delhi Exit Polls)ની ચર્ચા દરમિયાન વાત કરતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, જો દેખાઈ રહેલા વલણોને ધ્યાનમાં લઈએ તો દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપને દિલ્હીમાં બહુમતી મળશે કાં તો બહુમતીની નજીક રહેશે અથવા બહુમતીથી આગળ નીકળી જશે. પરંતુ એક વાત નક્કી છે કે ભાજપ આમ આદમી પાર્ટી કરતા ઘણો આગળ રહેશે.
કોંગ્રેસને કેટલી સીટો મળશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસને કેટલી બેઠકો જીતશે એવું અનુમાન કરી શકો છે, ત્યારે સંદીપ દીક્ષિતે કહ્યું કે, મને લાગે છે કે અમે 10 થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ. આ મારું અનુમાન છે. પક્ષનું અનુમાન નથી.

શીલા દીક્ષિતનો ચહેરો યાદ આવશે?
જ્યારે સંદીપ દીક્ષિતને પૂછવામાં આવ્યું કે જો કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભાની બેઠક હારી જાય તો શું તમને શીલા દીક્ષિતનો ચહેરો યાદ આવશે? તેના પર સંદીપ દીક્ષિતે કહ્યું, ચોક્કસ યાદ આવશે. મને રાજકીય સંતોષ મળશે. મને હંમેશા લાગતું હતું કે આમ આદમી પાર્ટીએ જે ચહેરો બતાવ્યો છે તે તેનો અસલી ચહેરો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ શીલા દીક્ષિત વિરુદ્ધ કેજરીવાલના અભિયાન માટે પોએટિક ન્યાય છે? સંદીપ દીક્ષિતે કહ્યું, તેને તમે સમજી શકો છો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે મને ખુશી છે કે દિલ્હીના લોકો મૂળ મુદ્દાઓ તરફ પાછા ફરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલની હતાશા દેખાતી હતી. યમુનામાં ઝેરનો મામલો ખરેખર ચિંતાજનક બાબત હતી. આખરે, આઈઆઈટી એન્જિનિયર આવી વાત કેવી રીતે કહી શકે? દિલ્હીના લોકોને આવી વાતો સાંભળવાની આદત નથી. કેજરીવાલે દિલ્હી સાથે છેતરપિંડી કરી છે. લોકોને છેતર્યા છે.
આ તરફ દિલ્હી એક્ઝિટ પોલ (Delhi Exit Polls) બાદ 8 તારીખે આવનારા પરિણામ તરફ સૌની મીટ મંડાઈ છે.
[…] દિલ્હી વિધાનસભા ચુંટણીના રિઝલ્ટ (Delhi Election Result) આવ્યા બાદ પોસ્ટ પોલ એલાયન્સ પર કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, ‘મને ખબર નથી કે ગઠબંધન થાય કે નહીં. પરંતુ જો આવી શક્યતા ઊભી થાય તો આનો નિર્ણય અમારા દ્વારા નહીં હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આમ આદમી પાર્ટી અને ભાજપ બંનેએ 50 સીટો જીતવાનો દાવો કર્યો છે પરંતુ કોંગ્રેસ માટે કોઈ આશા નથી. […]