જન્મ, પરિવાર અને શિક્ષણ
લિએન્ડર પેસનો જન્મ 17 જૂન 1973 માં કોલકાતામાં થયો હતો. તેમણે લા માર્ટિનિયર કલકત્તા, મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ ઉચ્ચતર માધ્યમિક શાળા અને કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેના માતાપિતા બંને એથ્લેટ હતા. વેસ 1972 માં મ્યુનિક ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ક્ષેત્રની હોકી ટીમમાં મિડફિલ્ડ ટીમમાં સભ્ય હતો, જોકે ભારતની કોઈ પણ મેચમાં મેદાન પર ન લીધો હોવાને કારણે તેને વ્યક્તિગત રીતે મેડલ મળ્યો ન હતો. 1980 માં એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં તેની માતાએ ભારતીય બાસ્કેટબૉલ ટીમની કમાન સંભાળી હતી. પેસ તેની માતા દ્વારા બંગાળી કવિ માઇકલ મધુસુદન દત્તાના સીધા વંશજ છે.
• કારકિર્દી
લીએન્ડર પેસ ભારતના ટેનિસના સફળ ખેલાડીઓમાંના એક છે. પેસ 1985 માં મદ્રાસ (ચેન્નાઈ) માં બ્રિટાનિયા અમૃતરાજ ટેનિસ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં ડેવ ઓ’મિરા દ્વારા તેમના કોચ હતા. તેમના પ્રારંભિક વિકાસમાં એકેડેમીની મુખ્ય ભૂમિકા હતી. 1990 ના વિમ્બલ્ડન જુનિયરનો ખિતાબ જીત્યો, ત્યારે માત્ર 17 વર્ષની ઉંમરે જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહ્યા હતા . ત્યાંથી લિએન્ડર પેસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. 1996 ના એન્ટલાન્ટીક ઓલિમ્પિક ગેમ્સમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ પ્રાપ્ત કરનાર તેઓ કે. ડી. જાદવ, 1952 પછી તે પ્રથમ ભારતીય હતા. પ્રોફેશનલ ટેનિસમાં સીગલ , ડબલ અને મીક્સ ડબલ ત્રણેય કેટેગરીમાં રમતા હતા. 1996 થી પેસ-ભૂપતિ જોડીની શરૂઆત થઈ હતી. તે ભારતની અત્યાર સુધીની ટેનિસની સૌથી સફળ જોડી છે. ચલો જોઈએ અમુક મહત્વની મેચમાં જીત મેળવી હતી તેની યાદી.
1. 1999 માં, આ જોડીએ વિમ્બલ્ડન અને ફ્રેન્ચને જીતતા ચારેય ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, આ રીતે ગ્રાન્ડ સ્લેમ ખાતે ડબલ્સમાં જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
2. વિમ્બલ્ડન ખાતેના મિક્સ ડબલ્સ જીતવા પેસ લિસા રેમન્ડ સાથે જોડી બનાવીને રમ્યા હતા.
3. પેસ અને ભૂપતિની જોડીએ 2002 માં બુસાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
4. 2006 માં માર્ટિન ડેમ સાથે યુએસ ઓપન ડબલ્સ ઇવેન્ટમાં ગ્રાન્ડ સ્લેમ સફળતા મળી હતી.
5. લિયેન્ડર પેસે 2006 માં દોહા એશિયન ગેમ્સમાં ભારતીય ટેનિસ ટીમનું નેતૃત્વ કર્યું હતું અને પુરુષ ડબલ્સમાં (ભૂપતિ સાથે) અને મિક્સ ડબલ્સમાં (સાનિયા મિર્ઝા સાથે) બે ગોલ્ડ જીત્યા હતા.
6. કારા બ્લેક સાથે તેણે 2008 યુએસ ઓપન મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
7. 2009 માં, તેઓ લુકા ડ્લોઉ સાથે ફ્રેન્ચ ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યા અને યુએસ ઓપનમાં મિક્સ ડબલ્સમાં બીજા નંબરે રહ્યા હતા.
8. તેમણે 2010ની સીઝનની શરૂઆત સારા ફોર્મમાં કરી, ફરીથી કારા બ્લેક સાથે ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો. આ જોડીનો સતત ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ અને ચોથો ખિતાબ જીત્યા હતા.
9. 2012મા પેસ અને એલેના વેસ્નીના વિમ્બલડન ઓપનની ફાઈનલમાં પહોંચી શક્યા હતા, પણ જીતી નહોતા શક્યા.
10. 2012 માં જ પેસ અને સ્ટેપનેક યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચ્યા હતા પણ જીતી શક્યા નહોતા.
11. 2012 માં જ પેસ અને સ્ટેપનેકની જોડીને એટીપી ટુરની સેમી ફાઈનલમાં ભૂપતિ અને રોહન બોપન્ના સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
12. 2013 માં પેસે અને સ્ટેપનેક સાથે જોડી બનાવીને યુએસ ઓપન જીત્યા હતા. લિયેન્ડર પેસનું યુએસ ઓપનમાં પુરૂષોનું ત્રીજું ડબલ્સનું ટાઇટલ અને 14મુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું.
13. પેસે માર્કિન મટકોવ્સ્કી સાથે 2014 માં મલેશિયન ઓપન પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યા હતા.
14. 2015 માં પેસએ તેમની 25 મી સીઝનની શરૂઆત એટીપી વર્લ્ડ ટૂર પર ક્લાસેન સાથે ભાગીદારી કરીને ચેન્નઈની ફાઇનલમાં પહોંચ્યા હતા , પણ જીતી શક્યા નહોતા . 1997 થી 2015 સુધી દર વર્ષે ઓછામાં ઓછી એક ટ્રોફી જીતી હતી.
15. પેસે 2015 માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં માર્ટિના હિંગિસ સાથે તેમનો સાતમો ગ્રાન્ડ સ્લેમ મિશ્રિત ડબલ્સનો તાજ મેળવ્યો હતો. પેસ ઓપન એરામાં 700 ડબલ્સ જીતનાર સાતમા પુરુષ ખેલાડી બન્યા હતા.
16. 2015 માં વિમ્બલડન ઓપનમાં માર્ટીના હિંગિસની સાથે મીક્સ ડબલ જીતેલ હતા અને 4થુ વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું.
17. 3 જૂન, 2016, પેસે હિંગિસ સાથે 2016 ફ્રેન્ચ ઓપનમાં જીત મેળવીને તેમનું કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યું, આ રીતે ખેલાડીઓની એલાઈટ લીગમાં જોડાયા. તેમણે ડેવિડસનનો પુરુષ ખિતાબનો રેકોર્ડ તોડ્યો.
18. 2018 માં પેસ / સેરેટાની વિન્સ્ટન-સેલેમ ઓપનમાં રનર-અપ તરીકે રહ્યા હતા.
19. 2018 માં પેસ સાથે મિગ્યુએલ એંજેલ રેયસ-વરેલા શિકાગો ચેલેન્જર અને મોન્ટેરરી ચેલેન્જરમાં રનર-અપ તરીકે રહ્યા હતા.
20. 2018 પેસે સાથે મિગ્યુએલ એંજેલ રેયસ-વરેલાએ સાન્ટો ડોમિંગો ચેલેન્જર જીત્યો અને બ્રેસ્ટ ચેલેન્જરમાં રનર અપ્સ તરીકે રહ્યા હતા.
21. પેસ જુલાઈ 2019 માં હોલ ઓફ ફેમ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા.
22. ડેવિસ કપમાં સિંગલ્સમાં સળંગ 24 મેચ જીતવાનો તથા ડબલ્સમાં 42 મેચ જીતવાનો પણ રેકોર્ડ છે.
ટાઈટલ
• ગ્રાન્ડ સ્લેમ માં 16 ડબલ્સ ટાઈટલ , મીક્સ ડબલ માં 18 ટાઈટલ , સિંગલ્સમાં 1 ટાઈટલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
• એટીપી ચેલેન્જ માં 11 સિંગલ્સ ટાઈટલ , ડબલ્સમાં 44 ટાઈટલ જીતેલ હતા.
• ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
• એશિયન ગેમ્સમાં 2 વખત કાંસ્ય ચંદ્રક અને 5 વખત સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
• તેઓ મેન્સ ડબલ્સમાં 131 પાર્ટનર સાથે અને મીક્સ ડબલ્સમા 26 પાર્ટનર સાથે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન રમ્યા છે.
લિએન્ડર પેસે 2020 માં ટેનિસમાંથી નિવૃત્ત લીધેલ છે.
• ફિલ્મ કેરીયર
તેમણે 2013મા રાજધાની એક્સપ્રેસ નામની ફિલ્મમાં અભિનય કર્યો હતો.
• સન્માન
1. 1990 માં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2. ભારત સરકાર તરફથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 1996-1997 માં એનાયત કરવામાં આવ્યો હતો.
3. ભારત સરકાર તરફથી 2001 માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
4. ભારત સરકાર દ્વારા 2014 મા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેખન અને સંકલન માહિતી :- વિકી મહેતા