જન્મ, પરિવાર અને શિક્ષણ:-
પી.વી. નરસિંહરાવ નો જન્મ 28 જુન 1921મા બ્રાહ્મણ પરિવારમાં હાલના તેલંગાણા રાજ્યના વારંગલ ગામમાં થયો હતો.તેઓએ તેમના પરિવાર ના જી.આર.રાવ ના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ 1930મા ઓસ્માનીયા યુનિવર્સિટી થી બી.એ. કર્યું હતું અને તે દરમિયાન જ ચાલેલી વંદેમાતરમ્ ચળવળમાં જોડાયા હતા. તે પછી તેમણે કાયદામાં માસ્ટર ડિગ્રી હિસ્લૂપ કોલેજમાં થી કરી હતી અને પોતાના કાયદાનું શિક્ષણ તેમણે ફર્ગ્યૂસન કોલેજ થી પૂરું કર્યું હતું.
• કારકિર્દીની શરૂઆત :-
તેઓ પત્રકાર , સાહિત્યકાર તથા કાયદાશાસ્ત્રી પણ હતા. તેમના દૂરના પિતરાઇ ભાઇ પમુલાપાર્થી સદાસિવા રાવ સાથે, સી.એચ. રાજા નરેન્દ્ર અને દેવુલાપલ્લી દામોદર રાવ, પી.વી.એ 1940 ના દાયકામાં કાકતીયા પત્રિકા નામના તેલુગુ સાપ્તાહિક સામયિકનું સંપાદન કર્યું. પી. વી. અને સદાસિવા રાવે બંનેએ જયા-વિજયા નામના લેખ હેઠળ લેખનું યોગદાન આપ્યું હતું. તેમણે 1968 થી 1974 દરમિયાન આંધ્રપ્રદેશમાં તેલુગુ એકેડમીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
• રાજકીય કારકિર્દી :-
ભારતની આઝાદી પછી કોંગ્રેસમાં જોડાયા હતા.તેઓ 1957 થી 1977 સુધી આંધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય રહ્યા . તેઓ 1962 થી 1973 દરમિયાન તેઓ વિવિધ મંત્રાલયના મંત્રી તરીકે રહ્યા હતા 1971મા તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. તે પછી તેઓ રાજીવ ગાંધી અને ઈંદિરા ગાંધી ની સરકારમાં સંસદ બન્યા અને ગૃહ , સંરક્ષણ અને અન્ય મંત્રાલય પણ સંભાળ્યા હતા . તેઓ 1991મા ભારતના વડાપ્રધાન બન્યા હતા . તે દરમિયાન કેટલાક કાયમી યાદ રહે તેવા પ્રસંગો બન્યા હતા.
1. તેઓ નહેરુ-ગાધી પરિવાર સિવાયના પ્રથમ વડાપ્રધાન હતા કે જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેઓ નાદયાલથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ 5 લાખ વોટથી જીત્યા હતા, જે આજે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.
2. તેમના કાર્યકાળ દરમિયાન જ માત્ર એક જ વખત એવું બન્યું છે કે વિપક્ષી પાર્ટી ના નેતાને કેબીનેટ મંત્રી બન્યા હોય. તે નેતાનું નામ છે સુબ્રમણ્યમ સ્વામી.
3. તે સિવાય તેઓ એ જીનિવામા ભારત તરફથી પ્રતિનિધિ તરીકે તત્કાલીન વિપક્ષી પ્રમુખ અટલબિહારી વાજપેયીજીને મોકલ્યા હતા અને તેમની તે સ્પીચ આજે પણ યાદગાર છે.
4. તેમની સિદ્ધિઓમાં 1991 ના આર્થિક સંકટમાંથી ભારતને ચલાવવું, લઘુમતી સરકાર સાથે કાર્યકાળ પૂર્ણ કરવા, ઇઝરાઇલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા, ભારતની ન્યુક્લિયર પ્રોગ્રામની ફરી શરૂઆત કરવી, ભારત વિરુદ્ધ 1994 ના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને હરાવવા, અસરકારક રીતે સંભાળવું અને બળવાને સમાવવાનો સમાવેશ થાય છે. પંજાબમાં, કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ કડક નીતિ, અને તાઇવાન સાથે આંશિક રાજદ્વારી સંબંધો શરૂ કરવા.
5. તેમના નેતૃત્વ હેઠળ જ ભારતીય અર્થવ્યવસ્થા મા મોટા ફેરફાર થયા હતા. જે તત્કાલીન નાણાપ્રધાન અને પછી પછીથી 10 વર્ષ માટે વડાપ્રધાન રહેલ મનમોહન સિંહના નેતૃત્વ હેઠળ થયું હતું.
• મૃત્યુ :-
તેઓનું 9 ડિસેમ્બર , 2004 ના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
લેખન અને માહિતી સંકલન :- વિકી મહેતા