Cricket: મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની (Maharashtra Premier League) એલિમિનેટર મેચમાં રાયગઢ રોયલ્સે કોલ્હાપુરને 6 વિકેટથી હરાવીને મેચ જીતી લીધી. જોકે, આ મેચ દરમિયાન તેના બે બેટ્સમેન પીચ પર ખતરનાક રીતે ભટકાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025 ના (Maharashtra Premier League 2025) એલિમિનેટર મેચમાં, રાયગઢ રોયલ્સ અને કોલ્હાપુર ટસ્કર્સ વચ્ચેની ક્રિકેટ મેચમાં (Cricket Match) કંઈક એવું ચિત્ર જોવા મળ્યું જે ક્રિકેટના (Cricket) ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું હશે. આ મેચમાં બે બેટ્સમેન રન લેતી વખતે એકબીજા સાથે પિચ વચ્ચે જ અથડાઈ ગયા હતા.

બંને વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બંનેને ભયંકર ઈજાઓ થઈ શકે તેમ હતી. આ બંને બેટ્સમેન પીચની વચ્ચે ભટકાઈ ગયા હતા પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ફિલ્ડિંગ ટીમ બંનેમાંથી એક પણ રન આઉટ કરી શકી નહીં.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ક્રિકેટ (Cricket) મેચમાં રાયગઢ રોયલ્સના બેટ્સમેન સાથે ઘટી ઘટના
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં (Maharashtra Premier League) રાયગઢ રોયલ્સના બેટ્સમેન બે રન લેવા માટે ભાગી રહ્યા હતા ત્યારે બીજો રન લેતી વખતે તેઓ એકબીજા સાથે પિચની વચ્ચોવચ અથડાઈ ગયા હતા. ભટકાતાની સાથે જ બંને પીચ પર પડી ગયા હતા. ફિલ્ડિંગ ટીમ પાસે બંનેમાંથી કોઈને પણ રન આઉટ કરવાની જોરદાર તક હતી. પરંતુ આવું બન્યું નહીં. ક્રિકેટ (Cricket) વિશ્વની સૌથી વિસ્મયકારક ઘટના ઘટી છે.

એકબીજા સાથે ટકરાયા બાદ એક બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર છેડા તરફ દોડી ગયો અને પછી બીજો બેટ્સમેન સ્ટ્રાઈકર છેડા તરફ તરત જ દોડી ગયો હતો. ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકર છેડા પર વિકેટકીપરને થ્રો કરીને બોલ આપ્યો પરંતુ વિકેટકીપરે બોલ સ્ટ્રાઈકર છેડે બોલ ફેંકી બેટ્સમેનને રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બેટ્સમેન આઉટ ન થતા સ્ટ્રાઈકર છેડેથી ફરી વિકેટકીપર તરફ બોલ આપવામાં આવ્યો પરંતુ ત્યાં સુધી બેટ્સમેન ક્રીઝમાં પહોંચી ગયો હતો. આખરે બન્ને બેટ્સમેન આઉટ થઈ શકે તેમ હતા છતા ફિલ્ડિંગ ટીમ નિષ્ફળ રહી હતી, હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
Collided, but never gave up — still made the crease! ✅
— MPLT20Tournament (@mpltournament) June 20, 2025
Vicky Ostwal. TAKE A BOW 👏#AdaniMPL2025 #RRvsPBGKT #ThisIsMahaCricket pic.twitter.com/LXsssa740e
રાયગઢ રોયલ્સનો વિજય
રસપ્રદ વાત એ છે કે રાયગઢ રોયલ્સે પણ આ મેચ જીતી લીધી હતી. રાયગઢ રોયલ્સે 2 બોલ બાકી હતા ત્યારે જ 6 વિકેટે મેચ જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા કોલ્હાપુર ટસ્કર્સે 7 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાયગઢ રોયલ્સે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રાયગઢ તરફથી વિક્કી ઓસ્તવાલે સૌથી વધુ 74 રન, નીરજ જોશીએ અણનમ 37 રન અને સિદ્ધેશ વીરે 39 રન બનાવ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] ગિલે 129 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રિકેટમાં બેટિંગ દરમિયાન સામાન્ય રીતે […]