– મંગળવાર સુધીમાં ગુજરાતમાં કુલ 2.53 કરોડ કરતાં વધુ લોકોને વેક્સિન અપાઈ.
– 18 વર્ષથી મોટી ઉંમરના વેક્સિન માટે પાત્રતા ધરાવતા 40% લોકોને વેક્સિન અપાઈ.
– પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત અગ્રેસર
ગુજરાત સરકારની કોરોના વેક્સિન અભિયાન સફળતા તરફ
ગુજરાત સરકારની કોરોના મહામારી સામે લડાઈના મહત્વપૂર્ણ કદમ એવા વેક્સિનેશન અભિયાન સફળતા તરફ આગેકૂચ કરી રહ્યું છે. મંગળવારે તારીખ 29 જૂન 2021 સુધીમાં રાજ્યમાં કોરોના વેક્સિનના 2.5 કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 29 જૂન 2021 સુધીમાં રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા લોકોને કુલ 2,53,93,866 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં વેક્સિન માટે પાત્રતા ધરાવતા 40% જેટલા લોકોને વેક્સિન અપાઈ
રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના વેક્સિનેશન માટે કુલ 4,93,20,903 લોકો પાત્રતા ધરાવે છે. વેકસિનેશન માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી 40% લોકોને એટલે કે 1,98,62,582 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે જ્યારે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય તેવા 55,31,284 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ગયો છે. બીજી રીતે જોતાં રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા કુલ 4.93 લોકો છે જેમને વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે જે 9.86 કરોડ ડોઝ જેટલા થવા જાય છે જેમાંથી 2.53 કરોડ એટલે કે 25% કરતા વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.