કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં યોજાયેલા અધિવેશનમાં પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસના (Congress) અધિવેશનમાં તેમણે બુધવારે કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કાર્યમાં મદદ કરતા નથી તેઓએ આરામ કરવાની આવશ્યકતા છે અને જેઓ પોતાની જવાબદારીઓ પૂરી કરતા નથી તેમણે નિવૃત્તિ લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યની ચૂંટણીઓમાં, જિલ્લા પ્રમુખો પણ ઉમેદવારોની પસંદગીમાં સામેલ થશે.
ખડગેએ પટેલના શબ્દોને યાદ કરતાં કહ્યું કે, સંગઠન વિના આ સંખ્યાઓ કોઇ કામની નથી. સંગઠન વિનાની સંખ્યાઓમાં શક્તિ હોતી નથી. જો કે, આ જ સંગઠન મોટી સંખ્યામાં ભેગું થાય ત્યારે જ તેમની શક્તિ, સુંદરતા અને ઉપયોગીતા અદ્ભુત બની જાય છે.

કોંગ્રેસ (Congress) સ્વતંત્રતાની બીજી લડાઈ ગણાવી
કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, અમે ફરીથી ભારતની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ. સ્વતંત્રતા માટેની આ બીજી લડાઈમાં આપણા શત્રુઓ અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી અને સાંપ્રદાયિકતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ફરક માત્ર એટલો જ છે કે પહેલા વિદેશીઓ અન્યાય, ગરીબી અને અસમાનતાને પ્રોત્સાહન આપતા હતા અને હવે આપણી પોતાની સરકાર પણ આવું કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ એવો આરોપ પણ લગાવ્યો કે, પહેલા વિદેશીઓ સાંપ્રદાયિકતાનો ફાયદો ઉઠાવતા હતા અને આજે આપણી પોતાની સરકાર તેનો ફાયદો ઉઠાવી રહી છે. જો કે, આ લડાઈ આપણે પણ જીતીશું.

ખડગેએ કહ્યું કે, અમે દેશના જિલ્લા પ્રમુખોની ત્રણ બેઠકો પણ બોલાવી હતી. જેમાં મેં રાહુલ ગાંધી સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય લીધો હતો. ભવિષ્યમાં અમે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખોને પણ ઉમેરીશું. કોંગ્રેસ (Congress) અધ્યક્ષે એ પણ કહ્યું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે, તેમજ જે લોકો પોતાની જવાબદારીઓ નથી નિભાવી રહ્યા તેમણે નિવૃત્તિ લેવી જોઈએ.
કોંગ્રેસ પ્રમુખ શ્રી @kharge AICC સત્રમાં સભાને સંબોધિત કર્યું.
— Gujarat Congress (@INCGujarat) April 9, 2025
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ પવિત્ર ભૂમિમાંથી પ્રેરણા અને શક્તિ લઈને, આપણે અન્યાય અને જુલમ સામે વધુ મજબૂતીથી લડીશું.
જય કોંગ્રેસ ✋
📍 અમદાવાદ, ગુજરાત#NyayPath pic.twitter.com/QteiQExVLj
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સંગઠનના નિર્માણમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. તેમની નિમણૂક AICC ની માર્ગદર્શિકા અનુસાર કડક અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ. પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે જિલ્લા પ્રમુખે તેમની નિમણૂકના એક વર્ષની અંદર જ યોગ્ય લોકોને જોડીને બૂથ સમિતિ, મંડળ સમિતિ, બ્લોક સમિતિ અને જિલ્લા સમિતિની રચના કરવાની રહેશે. તેમણે એ સાથે ચિમકી આપતા કહ્યું કે, આમાં કોઈ પક્ષપાત ન થવો જોઈએ.
કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે, જ્યારે બીજીબાજુ જે લોકો પોતાની જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠાથી નથી ભજવી રહ્યા તેમણે નિવૃત્તિ લેવાની જરૂર છે. ગુજરાતની અંદર અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસના (Congress) અધિવેશનને સંબોધતા ખડગેએ આ વાત પર પણ ભાર મૂક્યું કે, સંગઠનમાં જિલ્લા કોંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખોની ભૂમિકામાં વધારો કરવામાં આવશે અને તેની નિમણૂક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે.

[…] આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં લોકસભામાં વિરોધ પક્ષના […]
[…] કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતાને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ અહેવાલ આપવા કહ્યું છે. હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારતીય નાગરિક છે કે નહીં તે રિપોર્ટ આપો. […]
[…] (Rajya Sabha) આટલા સાંસદો હતા. 1988 થી 1990 દરમિયાન કોંગ્રેસ (Congress) આ આંકડો સ્પર્શી શકી હતી. […]