Chandola Talav Illegal Demolition
Spread the love

(Chandola Talav Illegal Demolition) પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગેરકાયદેસર ઘુસણખોરો સામે સરકાર કડક પગલા લઈ રહી છે. એવા સંજોગોમાં આજે અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા હાથ ધરવામાં આવી હતી.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

સરકારના આ પગલા સામે કેટલાક લોકો હાઈકોર્ટ પહોંચ્યા હતા. કુલ મળીને 18 લોકોએ ચંડોળા તળાવમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામોના ડિમોલિશન (Chandola Talav Illegal Demolition) પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. આ અંગે હાઇકોર્ટે 11.15 વાગ્યાથી લઈ 12.45 વાગ્યા સુધી એમ દોઢ કલાક સુનાવણી કરી હતી.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, ડિમોલિશનને લીલી ઝંડી (Chandola Talav Illegal Demolition)

ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો અને બાંગ્લાદેશીઓના હોવાના અંદેશાથી ચાલી રહેલી મેગા ડિમોલિશન કામગીરી સામે હાઈકોર્ટમાં પહોંચેલા અરજદારોએ રજૂઆત કરી હતી કે, આ ડિમોલિશન નીતિ-નિયમો વિરુદ્ધ થઈ રહ્યું છે. ચંડોળા તળાવમાં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની ન કરી શકે. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે ચંડોળા તળાવમાં રહેતા ઘુસણખોરોનો પક્ષ લઈને કરવામાં આવેલી આ અરજી નકારી કાઢીને ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.

15 દિવસની નોટિસ આપવી જોઇએ​​​​​​​: અરજદારના વકીલ

ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે ઘુસણખોરો વતી અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સામે સ્ટે માટે અરજી કરી હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી છે. જો કે તેઓ તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે દબાણ કરવા જેવા કાર્યો કરે છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી, નેશનલ સિક્યુરિટી થ્રેટ: સરકાર

ચંડોળા તળાવ ગેરકાયદેસર ઘુસણખોરોના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશન (Chandola Talav Illegal Demolition) ની સામે સરકારે રજૂઆત કરી હતી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન, અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ રાષ્ટ્રીય સલામતી સામે સૌથી મોટો ખતરો છે. બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સલામતી ધ્યાનમાં રાખીને તેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડ્રિંગ જેવા ગુન્હાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડિમોલિશનની 50 થી 60 ટકા કામગીરી પૂર્ણ

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, ગેરકાયદે બાંધકામો તોડવાની (Chandola Talav Illegal Demolition) 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે.કેટલાં બાંધકામ તૂટ્યા તેનો અંદાજ અમે અત્યારે આપી શકીએ એમ નથી. પરંતુ 1500થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંની 50 થી 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

પોલીસ તંત્ર સાથે 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો ડિમોલિશનમાં (Chandola Talav Illegal Demolition) જોડાઈ છે. વર્ષો જૂના બાંધકામ હતાં. તળાવોમાં ગેરકાયદે બાંધકામ થયા હતા જેને તોડવાની કામગીરી થઇ રહી છે. વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યા હતા જે અંગે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કેમ કાર્યવાહી ન કરી તેના સવાલ પૂછતા પોલીસ અધિકારીએ પ્રેસ અટકાવી દીધી.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *