આસામ (Assam) ના જોરહાટ જિલ્લામાં કથિત રીતે ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ એક કેનેડિયન વ્યક્તિને શુક્રવારે નવી દિલ્હીથી તેના દેશમાં પરત ધકેલી દેવામાં આવ્યો હતો. આ વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બ્રેન્ડન જોએલ ડેવિલ્ટ નામનો આ વ્યક્તિ 2021થી જોરહાટમાં રહેતો હતો.
આસામ (Assam) ના જોરહાટના એસપી શ્વેતાંક મિશ્રાએ જણાવ્યું કે કેનેડિયન નાગરિકના વિઝા પણ આ વર્ષે 17 જાન્યુઆરીએ પૂરા થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, ‘કેનેડિયન નાગરિકે વિઝા રિન્યુઅલ માટે અરજી કરી હતી અને વેરિફિકેશન દરમિયાન અમને ખબર પડી કે તે જોરહાટમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ છે.’
Assam: Canadian citizen involved in proselytisation in Jorhat deported #Assam #Canadian #Jorhat https://t.co/PnhnMPkloo
— India Today NE (@IndiaTodayNE) February 7, 2025
FRROએ ભારત છોડવા નોટિસ જારી કરી
શ્વેતાંક મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે, ‘બ્રેન્ડન ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને મિશન કેમ્પસ, જોરહાટ સ્થિત ગ્રેસ ચર્ચમાંથી તેનું કામ ધર્માંતરણનું ચલાવતો હતો. અમે કોલકાતા (Kolkata) માં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) ને પ્રતિકૂળ રિપોર્ટ મોકલ્યો હતો.
કેનેડા પરત ધકેલી દેવાયો
શ્વેતાંક મિશ્રાએ આગળ જણાવ્યું કે, પ્રતિકૂળ રિપોર્ટ બાદ FRROએ કેનેડિયન નાગરિકને ‘લીવ ઈન્ડિયા નોટિસ’ જારી કરી હતી, જે તેને જોરહાટ પોલીસે પહોંચાડી હતી. જોરહાટ એસપીએ કહ્યું, ‘પોલીસે તેને આ અઠવાડિયાની શરૂઆતમાં નોટિસનું પાલન કરવા માટે કોલકાતામાં એફઆરઆરઓને સોંપ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડિયન નાગરિકને હવે નવી દિલ્હીથી તેના દેશમાં મોકલી આપવામાં આવ્યો છે.

આસામ (Assam) માં અગાઉ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે
આસામ (Assam) માં વિદેશી નાગરિકો દ્વારા ધર્માંતરણ કરાવવાના આવા કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે. અગાઉ 2022માં જર્મનીના 7 નાગરિકો અને સ્વીડનના 3 નાગરિકો ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળ્યા હતા. તે બધાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પછી તેમના દેશમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
ભારતમાં, આવી પ્રવૃત્તિઓ ગુનાની શ્રેણીમાં આવે છે અને દર વર્ષે આ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે ઘણા લોકો જેલના સળિયા પાછળ જાય છે.

[…] આસામ પોલીસની (Police) એસટીએફની કામગીરીની સફળતાનો દર ઝડપથી વધ્યો છે. એસટીએફ દ્વારા ઓક્ટોબર 2008થી ફેબ્રુઆરી 2023 દરમિયાન માત્ર 111 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા જેની તુલનામાં વર્ષ 2023-2024માં 254 સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, ધરપકડની સંખ્યા પણ ચાર ગણી વધીને 482 થઈ ગઈ છે. […]
[…] હાલમાં પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં (આસામ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ […]