– રિઝર્વ બેંકે લક્ષ્મી સહકારી બેંક લિ. સામે લીધું આકરું વલણ
– RBIની મંજૂરી વગર કોઈને લોન નહીં આપી શકે
– ખાતા ધારકો ₹1000 થી વધુ રકમ નહીં ઉપાડી શકે
સોલાપુરની લક્ષ્મી સહકારી બેંક લિ. સામે RBI નું આકરું વલણ
સોલાપુરની લક્ષ્મી સહકારી બેંક લિમિટેડની કથળી ગયેલી આર્થિક સ્થિતિ જોતાં રિઝર્વ બેંક દ્વારા આકરું વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ બાદ લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ રિઝર્વ બેંકની મંજૂરી વગર કોઈ નવી લોન આપી શકશે નહીં તથા કોઈ લોન રિન્યુ પણ કરી શકશે નહીં. રિઝર્વ બેંકે લક્ષ્મી સહકારી બેંક લિમિટેડના ખાતા ધારકો માટે ખાતામાંથી રકમ ઉપાડવા સામે મર્યાદા મુકી છે. રિઝર્વ બેંકે મુકેલી મર્યાદા બાદ લક્ષ્મી સહકારી બેંક લિમિટેડના ખાતા ધારકો ₹1000 કરતાં વધુ રકમ ઉપાડી શકશે નહીં.
લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ ઉપર RBI ની અન્ય મર્યાદાઓ
લક્ષ્મી સહકારી બેંક લિમિટેડની કથળી ગયેલી આર્થિક સ્થિતિને જોતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે. RBI એ ખાતા ધારકો માટે ખાતામાંથી ઉપાડ કરવાની મર્યાદા મુકી છે ખાતા ધારકો ₹1000 કરતા વધુ રકમ ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેંકે જણાવ્યા મુજબ આ નિર્ણય બેંકીંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ આ નિર્ણય લીધો છે. આ નિયમ 12 નવેમ્બર 2021 થી છ મહિના સુધી લાગુ રહેશે. આ દરમિયાન નિર્ણયની સમીક્ષા કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે ખાતા ધારકો ઉપરાંત લક્ષ્મી સહકારી બેંક લિમિટેડના વ્યવહારો ઉપર પણ પ્રતિબંધ મુક્યા છે. આ મુજબ લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ રિઝર્વ બેંકની મંજૂરી વગર ન તો કોઈ નવી લોન આપી શકશે કે ન કોઈ લોન રિન્યુ કરી શકશે. લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ કોઈ ઓવરડ્રાફટ ક્લિયર કરી શકશે નહીં. આ ઉપરાંત ન તો કોઈ ચૂકવણી કરશે ન ચૂકવણી માટે સંમતિ આપશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ તેના પર મુકાયેલા નિયંત્રણો સાથે પોતાનો બિઝનેસ કરી શકશે અને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો કરી શકશે. સાથે સાથે એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે નિયંત્રણો, પ્રતિબંધોનો અર્થ એવો નથી કે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ પહેલાં પણ ઘણી બેંક પર નિયંત્રણો પ્રતિબંધ મુક્યા હતા.