– લિટરે 2 રૂપિયાનો વધારો
– 1લી માર્ચથી વધારો અમલી
– અમૂલે ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપ્યું
અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો
ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ( જીસીએમએમએફ ) કે જે અમૂલ બ્રાન્ડ નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે. GCMMF દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરવામાં આવે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો 1 લી માર્ચ 2022 થી અમલમાં લાવવાનું નકકી કર્યું છે, આ અંગેની જાહેરાત આજે કરવામાં આવી છે. અમૂલ દૂધનો જૂનો અને નવો ભાવ નીચે મુજબ હશે. અમૂલ દ્વારા જણાવ્યા મુજબ આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે એકંદર સંચાલન ખર્ચમાં ધરખમ વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા જીસીએમએમએફ સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી દૂધની કિંમતમાં પ્રતિ કિલો ફેટ 35 થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 5% વધારે છે. અમૂલ દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકે ચૂકવેલા પ્રત્યેક રૂપિયામાંથી લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે.
ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દૂધનો ભાવ 30 રૂપિયા રહેશે જ્યારે અમૂલ તાજાની કિંમત 500 મિલી દૂધનો ભાવ 24 રૂપિયા તથા અમૂલ શક્તિ દૂધની કિંમત 500 મિલી. દીઠ 27 રૂપિયા રહેશે. આમ જોતાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ધરખમ વધારો તે તેની મહત્તમ છુટક વેચાણ ( એમઆરપી ) માં લગભગ 4% જેટલો વધારો સચૂવે છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 2 વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક 4% નો વધારો ઝીંકવામાં આવ્યો છે.