– અમિતાભ બચ્ચને ‘કમલા પસંદ’ સાથેનો કરાર રદ કર્યો છે
– પાન મસાલા કંપનીને કરારની રકમ પણ પરત કરી દીધી
– અમિતાભે કરાર રદ કર્યો હોવા છતાં કંપની જાહેરાત દર્શાવાતી હતી
‘કમલા પસંદ’ પાન મસાલા કંપનીને આપી કાયદેસર નોટિસ
બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ‘કમલા પસંદ’ પાન મસાલા કંપનીને આજે લીગલ નોટિસ ફટકારી છે. અમિતાભ બચ્ચને પોતાના જન્મદિન 11 મી ઓકટોબરે આ કંપની સાથે જાહેરાતનો કરાર રદ કરી દીધો હતો અને પોતાને કરાર મુજબ મળેલી રકમ પણ પરત આપી દીધી હતી. જોકે તેમ છતાં કંપનીએ અમિતાભ બચ્ચન સાથે બનાવેલી જાહેરાતો હજુ પણ પ્રસારિત કરવાની ચાલુ રાખી હતી જેને ધ્યાનમાં લઈને અમિતાભ બચ્ચને કમલા પસંદ પાન મસાલા કંપનીને લીગલ નોટિસ ફટકારી છે. બીગ બીએ કંમલા પસંદ કંપનીને લિગલ નોટિસ ફટકારી છે જેમાં માંગ કરવામાં આવી છે કે અમિતાભ બચ્ચન સાથેની પાન મસાલાની જે પણ જાહેરખબરો છે તે કંપની તાત્કાલિક અસરથી બંધ કરી દે છે.
ચાહકોએ કર્યો હતો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો પાન મસાલાની જાહેરાત કરવા માટે ચાહકોએ ખૂબ વિરોધ કર્યો હતો તેને ધ્યાનમાં લઈને અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસ 11 મી ઓકટોબરે પાન મસાલા કંપની સાથે કરેલો જાહેરાતનો કરાર રદ કરી દીધો હતો. આ ઉપરાંત કરાર માટે જે રકમ મળી હતી તે પણ પરત મોકલાવી દીધી હતી.
નેશનલ એન્ટી ટોબાકો ઓર્ગેનાઇઝેશને કરી હતી અપીલ
યુવાનોમાં વધી રહેલા તમાકુ અને પાન મસાલાના વ્યસનને જોતા નેશનલ એન્ટી ટોબાકો ઓર્ગેનાઇઝેશને પણ અમિતાભ બચ્ચનને પાન મસાલાની જાહેરાત ન કરવા માટે અનુરોધ કર્યો હતો.