– લગભગ 9 વાગ્યે લાગી ભયાવહ આગ
– વિસ્તારમાં ફેલાઈ અફરાતફરી
– એક કિલોમીટર દૂર ધડાકો સંભળાયો
જમાલપુર ચાર રસ્તા પર પેટ્રોલ પંપ પર લાગી ભયંકર આગ
મળતી વિગત અનુસાર અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે શીફા હોસ્પિટલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર આશરે રાત્રે નવ વાગ્યાના સુમારે ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. આગ વખતે થયેલા ધડાકાનો આ અવાજ લગભગ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વાહનોથી સતત ધમધમતા વિસ્તારમાં આગને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.