– સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જનરલ બિપિન રાવતના પરિવારની મુલાકાત લીધી
– આવતીકાલે રાજનાથસિંહ સંસદમાં બયાન આપી શકે છે
– વાયુસેના પ્રમુખ કુન્નુર જવા રવાના
રાજનાથસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુર્ઘટનાની જાણકારી આપી
તામિલનાડુના કુન્નુરમાં આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અધિકારીઓને લઈ જતું સેનાનું હેલિકોપ્ટર તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલમાં બિપિન રાવતની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ પર 6 એમ્બ્યુલન્સ તૈનાત છે. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જેમાંથી 13 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ દુર્ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણ કરી છે. રાજનાથ સિંહ આ વિશે આવતીકાલે ગૃહમાં પણ નિવેદન આપશે. હેલિકોપ્ટરની દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે જાણકારી મળતાં જ દિલ્હીમાં એક ઈમર્જન્સી કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે.
હેલિકોપ્ટરમાં કેટલાં લોકો સવાર હતા ?
તામિલનાડુમાં ભારતીય સેનાનુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે.જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. આ ઉપરાંત તેમના સ્ટાફ સહિત કુલ 14 લોકો સવાર હતા. મૃતકની ઓળખ કરવી મુશ્કેલ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે ઓળખ.
બચાવ કાર્ય પૂર્ણ થયું, સેના પ્રમુખ પહોંચ્યા જનરલ બિપિન રાવતના ઘેર
મળી રહેલી જાણકારી મુજબ બચાવ કાર્ય પૂર્ણ થયું છે, આગ બે કલાક જેટલી મહેનત બાદ બુઝાવી દેવામાં આવી છે . હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જનરલ બિપિન રાવતને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આર્મી ચીફ એમ. એમ. નરવણે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના ઘેર પરિવારને મળવા પહોંચ્યા છે.