રાજ્યસભામાં (Rajya Sabha) ભાજપના (BJP) સાંસદોની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. આ સભ્યોમાં રાષ્ટ્રપતિ (President of India) દ્વારા નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે. 2022 ની શરૂઆતમાં ભાજપના (BJP) રાજ્યસભામાં (Rajya Sabha) આટલા સાંસદો હતા. 1988 થી 1990 દરમિયાન કોંગ્રેસ (Congress) આ આંકડો સ્પર્શી શકી હતી. ઉપરાષ્ટ્રપતિની (Vice President) ચૂંટણી પહેલા આ આંકડો મહત્વપૂર્ણ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાજ્યસભાના (Rajya Sabha) ભૂતપૂર્વ અધ્યક્ષ જગદીપ ધનખડના (Jagdeep Dhankhar) રાજીનામા બાદ, ઉપરાષ્ટ્રપતિ (Vice President) પદ માટે ચૂંટણી હવે 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપે (BJP) રાજ્યસભામાં (Rajya Sabha) રાજકીય લીડ મેળવી લીધી છે. એપ્રિલ 2022 પછી પહેલી વાર રાજ્યસભામાં (Rajya Sabha) ભાજપે (BJP) 100નો આંકડો પાર કર્યો છે. આ સભ્યોમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Droupadi Murmu) ચાર લોકોને રાજ્યસભાના (Rajya Sabha) સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા, જે પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો છે. રાજ્યસભામાં (Rajya Sabha) નામાંકિત સભ્યોમાં પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam), ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા (Harsh Vardhan Shringla), સામાજિક કાર્યકર્તા સી સદાનંદન માસ્ટર (C Sadanandan Master) અને રાજકીય ઈતિહાસકાર મીનાક્ષી જૈનનો (Minakshi Jain) સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગયા મહિને જેમણે રાજ્યસભા સાંસદ (Rajya Sabha MP) તરીકે શપથ લીધા હતા તે ચાર નામાંકિત સભ્યોમાંથી ત્રણ ભાજપમાં જોડાયા છે. આમાં પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam), ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા (Harsh Vardhan Shringla) અને સામાજિક કાર્યકર સી સદાનંદન માસ્ટરનો (C Sadanandan Master) સમાવેશ થાય છે. આ નામાંકિત સભ્યોના સમાવેશ સાથે, ભાજપે (BJP) ફરી એકવાર રાજ્યસભામાં (Rajya Sabha) તેના સભ્યોની સંખ્યા 100 ને વટાવી દીધી છે.

રાજ્યસભામાં (Rajya Sabha) 100 નો આંકડો બીજી વખત પાર કર્યો
આ પહેલી વાર નથી જ્યારે રાજ્યસભાના સાંસદોમાં (Rajya Sabha MP) ભાજપ (BJP) પાસે 100 થી વધુ બેઠકો પાર કરી હોય. અગાઉ, 31 માર્ચ, 2022 ના રોજ 13 રાજ્યસભા (Rajya Sabha) બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, ભાજપના (BJP) સાંસદોની સંખ્યા 97 થી વધીને 101 થઈ ગઈ હતી. 1988 થી 1990 દરમિયાન કોંગ્રેસે (Congress) 100 નો આંકડો પાર કર્યો હતો. આમ ભાજપે આ બાબત કોંગ્રેસની (Congress) બરાબરી કરી લીધી છે.
BJP Rajya Sabha Tally Crosses 100 For First Time Since 2022 https://t.co/cinzabWhEq pic.twitter.com/AuOcObEagX
— NDTV (@ndtv) August 1, 2025
રાજ્યસભામાં NDA ના કેટલા સાંસદ?
રાજ્યસભામાં હાલના સાંસદોની સંખ્યા 240 છે, જેમાં 12 નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે અને 5 બેઠકો હજુ પણ ખાલી છે. હાલમાં, ગૃહમાં એનડીએના સાંસદોની સંખ્યા 134 છે. જેમાં 12 નામાંકિત સભ્યોમાંથી 5 સભ્યોનો સમાવેશ થાય છે. એકલા ભાજપ પાસે જ 102 સાંસદો છે. એનડીએના સભ્યોનો આંકડો ગૃહમાં બહુમતી માટે જરૂરી 121 ના આંકડા કરતા ઘણો વધારે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો