
આજે સવારે 8 વાગ્યાથી ભારતના જુદા જુદા રાજ્યોમાં થયેલ ચુનાવના વોટની ગણતરી શરૂ થયેલ છે. જેમાં દેશનું સૌથી વધુ ધ્યાન બિહાર વિધાનસભાના પરિણામ પર છે.
તો સવારે 10:30 વાગ્યા સુંધીના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયન ઓફિશિયલ આંકડાઓ પર નજર નાખીએ.
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો

બિહાર વિધાનસભમાં કુલ 243 સીટો છે, બહુમત માટે 122 સીટો મેળવવી જરૂરી છે. સવારના 10:30 સુંધી 243 માંથી 200 સીટોના શરૂઆતી આંકડા સામે આવ્યા છે.
10:30 સુંધીના પાર્ટીવાઇસ આંકડા

10:30 સુંધી કોઈ એક પાર્ટી જો સૌથી વધુ બેઠકો પર આગળ હોય તો એ છે RJD, 54 સીટો પર આગળ. એ બાદ છે BJP, 54 સીટો પર આગળ.
JDU 42 સીટો પર આગળ છે, INC 17 સીટો પર આગળ છે, ચિરાગ પાસવાનની LJP 4 સીટો પર આગળ છે.
તો આંકડા પ્રમાણે જોઈએ તો હાલ NDA+ 118 સીટો સાથે આગળ છે, અને મહાગઠબંધન એટલે કે JDU+ 106 સીટો સાથે પાછળ છે.
પાર્ટી વાઇસ વોટ શૅયર આ પ્રમાણે છે.

પાર્ટીવાઇસ વોટ શૅયરમાં પણ હાલ પૂરતી JDU 23.4% વોટ સાથે સૌથીએ આગળ છે અને BJP 21% વોટ શૅયર સાથે બીજા નંબરે છે.