ભગવંત માન (Bhagwant Mann) સરકારે એક દિવસ પહેલા જ 21 અધિકારીઓની બદલી કરી સાથે સાથે મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ પાસેથી વહીવટી સુધારણા મંત્રાલય છીનવી લીધું. હવે આ માહિતી સામે આવી રહી છે કે ધાલીવાલ પાસેથી જે વહીવટી સુધારણા મંત્રાલય છીનવવામાં આવ્યું હતું તે મંત્રાલય ખરેખર ક્યાંય અસ્તિત્વમાં હતું જ નહી. આ મંત્રાલય માત્ર કાગળ પર જ ચાલતું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) 20 મહિના પછી હોશમાં આવ્યા હોય એમ આ ભૂતિયા વિભાગને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારમાં આ સમયે ભારે ઉથલપાથલ ચાલી રહી છે.

મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલને વહીવટી સુધારણા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે આ વહીવટી સુધારણા મંત્રાલયમાં ન તો કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને ન તો કોઈ કર્મચારી પંજાબ સરકારના આ વિભાગ હેઠળ કામ કરી રહ્યો હતો. હવે પંજાબના ગવર્નરે સીએમ ભગવંત માન (Bhagwant Mann) ની સલાહ પર એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે ધાલીવાલ માત્ર એનઆરઆઈ બાબતોનું મંત્રાલય સંભાળશે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 મહિના સુધી વહીવટી સુધારણા વિભાગ અને NRI વિભાગ કુલદીપ સિંહ ધારીવાલ પાસે હતો.
The Punjab government has scrapped the so-called Department of Administrative Reforms headed by state Minister Kuldeep Singh Dhaliwal, which was "not in existence" for 20 months. The move is part of the Bhagwant Mann-led Aam Aadmi Party government's major administrative shake-up,… pic.twitter.com/Oarh1bj4Ds
— IndiaToday (@IndiaToday) February 22, 2025
ભગવંત માન (Bhagwant Mann) સરકારે અંતે મંત્રાલય કર્યું નાબૂદ
સરકારે હવે વહીવટી સુધારણા વિભાગને જ નાબૂદ કરી દીધો છે. પંજાબ સરકારે ડિપાર્ટમેન્ટ પરત ખેંચવા અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. જોકે સરકારે આ વહીવટી સુધારણા વિભાગને કેમ નાબૂદ કર્યો તેની કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. દિલ્હીમાં સરકાર ગુમાવ્યા બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના દરેક પગલા પર સૌની નજર ટકેલી છે. વિપક્ષ દ્વારા ભગવંત માન (Bhagwant Mann) સરકારને ઘેરવાના તમામ સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આવી બાબતો સરકારની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

અધિકારીઓ વગરના મંત્રી હતા ધાલીવાલ
હવે પ્રશ્ન એ ઉદભવે છે કે જ્યારે વહીવટી સુધારણા મંત્રાલયની જરૂર ન હતી તો પછી તેને અમલ કેમ લાવવામાં આવ્યું. મંત્રાલય બનાવ્યા બાદ એક મંત્રીની નિમણૂક પણ કરવામાં આવી પરંતુ મંત્રીને ન તો કોઈ સ્ટાફ આપવામાં આવ્યો કે ન તો આ મંત્રાલય માટે કોઈ યોજના તૈયાર કરવામાં આવી. એમ કહેવું ખોટું નહીં હોય કે ધાલીવાલ સ્ટાફ વગરના મંત્રાલયના મંત્રી હતા. 20 મહિના પછી અચાનક માન સરકાર (Bhagwant Mann) ની ઉંઘ ઉડી અને તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.