Bathroom Horror: ઉત્તર પ્રદેશના મહારાજગંજનો એક ડરામણો વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં નવા જ બનેલા મકાનમાં શૌચાલયની (Bathroom Horror) ટાંકી નીચે 100 જેટલા સાપ જોવા મળતા સમગ્ર ગામમાં ગભરાટ ફેલાયો છે. વાયરલ ક્લિપે સોશિયલ મીડિયા યુઝર્સને ભયભીત કરી દીધા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશના મહારાજગંજના એક ગામની એક ડરામણી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ બાથરૂમ સાફ કરતી વખતે પોતાના ટોયલેટની ટાંકી નીચે 100 જેટલા સાપ છુપાયેલા જોયા. આ ભયાનક દ્રશ્યોનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી જોનારા પણ ભયભીત થઈ રહ્યા છે.

બાથરૂમમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો (Bathroom Horror)
બાથરૂમમાં ભયાનક દ્રશ્યમાં (Bathroom Horror) એકસાથે આટલા બધા સાપોને જોયા બાદ ગામલોકો અને ઘરમાં રહેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાલિક શૌચાલય સાફ કરવા ગયો ત્યારે ટાંકી નીચે ફુંફાડા મારતા ઢગલો સાપને જોઈને ડરી ગયો હતો. સાપોના ફુંફાડાનો ફુત્કાર સાંભળીને તેણે તાત્કાલિક નજીકના અન્ય લોકોને જાણ કરી હતી.

બાથરૂમમાં ભયાનક (Bathroom Horror) દ્રશ્ય જોતા થયેલી બુમાબુમ સાંભળીને ગામ લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વિભાગની બચાવ ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સાપને દૂર કરવાનું શરૂ કર્યું. કેટલાક સાપ ઘરના ભોંયરામાં ભરાયેલા પાણીમાં તરતા જોવા મળ્યા, જ્યારે કેટલાક દિવાલો સાથે ગૂંચળુ વળીને પડેલા જોવા મળ્યા હતા. આ આઘાતજનક દ્રશ્યોએ ઘટનાસ્થળે હાજર બધાને અવાચક બનાવી દીધા. ખુબ પ્રયાસો બાદ બધા સાપને સફળતાપૂર્વક બચાવીને પછી જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.
महराजगंज के एक घर के शौचालय की टंकी में 70 से अधिक सांपों का बसेरा। वीडियो में सांपों को उड़ते देखा जा सकता है। वन विभाग की टीम को डरे लोगों ने दी सूचना।#Maharajganj #MaharajganjSnakeHouse #UttarPradesh pic.twitter.com/EnPq3TrFZA
— NBT Uttar Pradesh (@UPNBT) May 20, 2025
આ ગામ નેપાળ સરહદની નજીક એક ગાઢ જંગલની નજીક હોવાથી, આવા દૃશ્યો અસામાન્ય નથી. તેમ છતાં, એક જ જગ્યાએ આટલા બધા સાપ મળવા ખૂબ જ અસામાન્ય હતા. વન વિભાગના હસ્તક્ષેપ બાદ, ઘરમાલિકને દેખીતી રીતે રાહત થઈ. દરમિયાન, આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો થઈ રહ્યો છે, નેટિઝન્સ અવિશ્વાસ અને ભય સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો