Barabanki
Spread the love

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં (Barabanki) આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં (Awsaneshwar Mahadev Temple) અચાનક વીજળીનો કરંટ ફેલાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે ભક્તોમાં ગભરાટ ફેલાતા, લોકો ચીસો પાડીને અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ મંદિર પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકી (Barabanki) જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી. જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રાચીન ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં (Awsaneshwar Mahadev Temple) રવિવારે રાત્રે આ દુર્ઘટના બની હોવાની જાણકારી મળે છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે, ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં (Awsaneshwar Mahadev Temple) જળાભિષેક માટે એકઠા થયેલા ભક્તોની વિશાળ ભીડ વચ્ચે રાત્રે 12 વાગ્યા બાદ જળાભિષેક શરૂ થયો હતો. આ સમય દરમિયાન, લગભગ 2 વાગ્યે, મંદિર પરિસરમાં અચાનક કરંટ ફેલાઈ ગયો હતો.

કરંટ ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. ઘટના દરમિયાન શ્રદ્ધાળુઓમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો પાડીને અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 29 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ ફોર્સ પહેલાથી જ હાજર હતી, પરંતુ અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ (Hydergarh) અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને જિલ્લા હોસ્પિટલ બારાબંકીમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ડીએમએ જણાવ્યું કે કેટલાક વાંદરાઓ ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટીને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો.

ઘટના બાદ સ્થિતિ સામાન્ય

વાંદરાઓના કુદવાને કારણે વાયર તુટીને મંદિરના ટીન શેડ ઉપર પડતા કરંટ ફેલાઈ ગયો અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે અકસ્માતમાં 29 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિને સંભાળી રહ્યા છે. આ ઘટના પછી, ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં પરિસ્થિતિ સામાન્ય છે. ઘટના પછી, મંદિરમાં આવેલા લોકો નિયમિત રીતે દર્શન અને પૂજા કરી રહ્યા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વીજળીના કરંટની અફવાને કારણે ભાગદોડ મચી હતી

ઉલ્લેખનીય છે કે રવિવારે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મનસા દેવી મંદિરમાં આ ભાગદોડ વીજળી ચાલવાની અફવાને કારણે થઈ હતી. શ્રાવણ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. આ દરમિયાન વીજળીનો કરંટ લાગવાની અફવા ફેલાઈ ગઈ. જેના કારણે લોકો પોતાને બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.

ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. ભક્તો મહાદેવની પૂજા કરવા માટે અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઔસનેશ્વર મહાદેવ મંદિર લગભગ 450 વર્ષ જૂનું છે અને અઢી એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *