અબુબકર
Spread the love

ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ભૂતપૂર્વ પ્રમુખ છે અબુબકર તેના મેડિકલ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને ‘કોઈ ગંભીર સમસ્યા’ જણાઈ નથી જોકે તેણે માનવતાવાદી અને તબીબી આધાર પર જામીન અરજી દાખલ કરી છે. સુનાવણી દરમિયાન તેના વકીલે દલીલ કરી હતી કે તેનો મેડિકલ રિપોર્ટ અરજદારને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને મેડિકલ રેકોર્ડની કોપી આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે હવે કેસની આગામી સુનાવણી માટે 17 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

અબુબકરની જામીન અરજી માનવીય અને તબીબી આધાર પર દાખલ કરવામાં આવી હતી. તેનો દાવો છે કે તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે, જેના કારણે જેલમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો કે, જસ્ટિસ એમએમ સુંદરેશની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને કહ્યું કે તેમાં કોઈ ગંભીર સમસ્યા જોવા મળી નથી.

કોણ છે ઈ. અબુબકર?

ઈ. અબુબકર ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) નો અધ્યક્ષ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સપ્ટેમ્બર 2022માં PFI અને તેના કેડર પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી ત્યારે તે સૌથી પહેલા ઝડપાયો હતો. નવેમ્બર 2022માં અબુબકરે હાઈકોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર કેન્સર અને પાર્કિન્સન રોગ સામે લડી રહ્યો હોવાનો દાવો કરીને જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે દિલ્હી AIIMSમાં સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

સોલિસિટર જનરલે શું દલીલ કરી?

NIAએ ડિસેમ્બર 2022માં HCને જણાવ્યું હતું કે અબુબકરની હાલત એકદમ ઠીક છે. ગયા વર્ષે મે મહિનામાં હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. NIA વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે આ માત્ર નિયમિત જામીન મેળવવાની યુક્તિ છે અને અબુબકર જાણી જોઈને કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

મહેતાએ જણાવ્યું હતું કે તેને ઘણી વખત એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરોને ક્યારેય લાગ્યું કે તેને દાખલ કરવો જોઈએ. અબુબકર અન્ય પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે પણ ગાઢ સંબંધો ધરાવે છે.

ભારત સરકાર દ્વારા સુરક્ષાના કારણોસર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સંગઠન પર દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *