દવાઓની ગુણવત્તા (Quality of Medicine) અંગે ભારતમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. કેન્દ્ર સરકારના તાજેતરના ડેટામાં જાણવા મળ્યું છે કે હજારો દવાઓ (Medicine) હલકી ગુણવત્તાની (Lower Quality) હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી સેંકડો નકલી હતી. સરકારે નકલી દવાઓ (Medicine) સામે કાર્યવાહી કરી છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને (Pharmaceutical Industries) મજબૂત બનાવવા માટે યોજનાઓ અમલમાં મૂકી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
દેશમાં લગભગ દરેક બીજો વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે. બિમારીથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનો (Medicine) સહારો લેતા હોય છે જેથી રોગ મટી શકે અને વેદના ઓછી થઈ શકે. જોકે, આ દવાઓ (Medicine) વિશે એક મોટો ખુલાસો થયો છે. આ મુજબ, દવા કંપનીઓ (Pharma Companies) દેશના નાગરિકોના જીવન સાથે રમત રમી રહી છે. કેન્દ્ર સરકારે (Central Government) મંગળવારે રાજ્યસભામાં (Rajya Sabha) પ્રમાણભૂત ગુણવત્તા વિશે માહિતી આપતા જણાવ્યું કે 3104 દવાઓ (Medicine) ખરાબ હોવાનું જાણવા મળ્યું છે.

3104 દવાઓ (Medicine) હલકી ગુણવત્તાવાળી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health Minister) જેપી નડ્ડાએ (JP Nadda) જણાવ્યું હતું કે એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 1,16,323 દવાઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 3104 દવાઓની ગુણવત્તા નિશ્ચિત કરતા હલકી જોવા મળી હતી. એટલે કે, આ દવાઓ ઉપયોગ કરવા યોગ્ય નથી. જ્યારે 245 એવી દવાઓ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમગ્ર સમયમર્યાદા દરમિયાન, નકલી અને ભેળસેળયુક્ત દવાઓના ઉત્પાદન કરનારા સામે 961 કેસ નોંધવામાં આવ્યા છે.
आपकी दवाई नकली है? केंद्र ने बताया कि 3,104 दवाएं स्टैंडर्ड क्वालिटी की नहीं, काम की खबर#jpnadda #drugs #healthnews #LiveTimes #LiveTimesNewshttps://t.co/MIJEX7bhpZ
— Live Times (@livetimes_news) July 22, 2025
નડ્ડાએ જણાવ્યું હતું કે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન, 1,06,150 દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2,988 દવાઓ હલકી ગુણવત્તાવાળી મળી આવી હતી જ્યારે 282 નકલી મળી આવી હતી. તેમણે કહ્યું કે આ જ સમયગાળા દરમિયાન, નકલી/ભેળસેળયુક્ત દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટે 604 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આપેલા આંકડાઓ જોતા એવું જણાય છે કે આગળના વર્ષ કરતા આ વર્ષે દવાઓના વધારે નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને વધારે દવાઓ હલકી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું અને નકલી દવાઓનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે સરકાર દ્વારા ગત વર્ષ કરતા લગભગ દોઢ ગણા કેસ પણ કર્યા હોવાનું જણાઈ આવે છે. બીજી તરફ એવું ફલિત થાય છે કે હલકી ગુણવત્તા ધરાવતી દવાઓનું બનાવનારાઓમાં સરકાર અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ (Drugs and Cosmetics Act) હેઠળ લઈ શકાય છે પગલા
દવાઓની ગુણવત્તા (Drugs Quality) ચકાસવા અને નકલી દવાઓ શોધવા માટે, વર્ષ 2014-16 માં દેશભરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 47,012 દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ, નકલી અથવા ભેળસેળયુક્ત દવાઓ બનાવવી એ ગુનો છે. જો આમ કરતા પકડાય તો, લાઈસન્સ રદ કરી શકાય છે.

CDSCO હેઠળની ડ્રગ ટેસ્ટિંગ લેબમાં (Drugs Testing Labs) જે દવાઓના પરિણામો પ્રતિકૂળ જણાય છે, તેમના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ અને બજારમાં હાજર તમામ સ્ટોક પાછો ખેંચવો જોઈએ. આ સાથે, પરીક્ષણના પરિણામોના આધારે લાઈસન્સિંગ અને ઉત્પાદન બંધ કરવાના આદેશો પણ આપી શકાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો