હાલ કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ આપણાં સ્માર્ટફોન સાથે પહેલા કરતા વધુમાં વધુ સમય ગળતાં થયા છીએ. એવામાં ઘણાં લોકો છે જે મધ્યમ બજેટમાં સારામાં સારાં સ્માર્ટફોન શોધતાં હોય છે કે જે પોતાના રોજિંદા કાર્યો જેમ કે કોલ્સ, લાંબા ગેમિંગ સેશન, વિડીયો કોન્ફરન્સિંગ, ફોટોગ્રાફી અને વિડીયો પ્લૅબેક સરળતાથી અને સારી રીતે કરી શકે.
તો ચાલો આપણે જાણીએ ૨૦,૦૦૦ ₹ સુંધીના બજેટમાં ભારતમાં મળતાં શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ પર.
સેમસંગ એમ ૩૧ એસ (M31s) (મેડ ઇન ઇન્ડિયા)
૧૯,૪૯૯ ₹
૨૦,૦૦૦ રૂપિયાના બજેટમાં સેમસંગનો હમણાં જ લોન્ચ થયેલો M31s મોબાઈલ સૌથી શ્રેષ્ઠ મોબાઈલ છે.
સેમસંગ એ દક્ષિણ કોરિયાની કંપની છે અને તેના મોટા ભાગના સ્માર્ટફોનની જેમ M31s પણ ભારતમાં નોઈડા ખાતેના સેમસંગના યુનિટમાં બનેલ છે.
સેમસંગ M31s ના બેસ મોડેલની કિંમતની શરૂઆત ૧૯,૪૯૯ ₹ થી થાય છે. તો ચાલો અપને જાણીએ કે આ ૧૯,૪૯૯ ₹ માં આપણને શુ શુ મળે છે.
- ૬.૫ ઇંચ FHD+ સુપર એમલોઇડ ડિસ્પ્લે
- ૬૦Hz સ્ક્રીન રિફ્રેશરેટ
- સેમસંગ એક્ઝીનોસ ૯૬૧૧ પ્રોસેસર
- ૬/૮ જીબી રેમ, ૧૨૮ જીબી સ્ટોરેજ અને મેમરીકાર્ડ સ્લોટ
- પાછળ ૪ કેમેરા. ૬૪ MP મેઈન + ૧૨ MP અલ્ટ્રાવાઇડ + ૫ MP ડેપ્થ કેમેરા + ૫ MP મેક્રો કેમેરા
- ૩૧ MP ફ્રન્ટ હોલપંચ કેમેરા
- ૬૦૦૦ mAh બેટરી, ૨૫W ફાસ્ટ ચાર્જિંગ
- કિંમત ૧૯,૪૯૯ ₹
પોકો એક્સ-૨ (Poco X2) (મેડ ઇન ઇન્ડિયા)
૧૭,૪૯૯ ₹
Poco X2 ને લોન્ચ થયે થોડો સમય થયો છે પરંતુ જો ૨૦,૦૦૦ ₹ ના બજેટમાં શ્રેષ્ઠ સ્માર્ટફોનની વાત થાય તો X2 ની વાત પણ જરૂર થાય.
Poco એ સાઓમી (Xiaomi) ની પેટા કંપની છે. અને એના સ્માર્ટફોન સાઓમીની જ ભારતમાં આવેલ ફેસિલિટીમાં થાય છે. તો ચાલો Poco X2ના ફીચર્સ જાણીએ.
- ૬.૬૭ ઇંચ FHD+ એલસીડી ડિસ્પ્લે
- ૧૨૦Hz સ્ક્રીન રિફ્રેશરેટ
- ક્વાલકોમ સ્નેપડ્રેગન ૭૩૦G પ્રોસેસર
- ૬/૮ જીબી રેમ, ૬૪/૧૨૮/૨૫૬ જીબી સ્ટોરેજ
- પાછળ ૪ કેમેરા. ૬૪ MP મેઈન + ૮ MP અલ્ટ્રાવાઇડ + ૨ MP મેક્રો + ૨ MP ડેપ્થ
- ડ્યુઅલ ફ્રન્ટ હોલપંચ કેમેરા. ૨૦ MP + ૨ MP
- ૪૫૦૦ mAh બેટરી, ૨૭W ફાસ્ટ ચાર્જર
- કિંમત ૧૭,૪૯૯ ₹
રેડમી નોટ ૯ પ્રો મેક્સ (Note 9 Pro Max) (મેડ ઇન ઇન્ડિયા)
૧૬,૯૯૯ ₹
ભારતમાં શરૂઆતથી જ સાઓમીની રેડમી નોટ સિરીઝ સફળ રહી છે. રેડમી (Redme) પણ સાઓમી (Xiaomi) ની પેટા કંપની છે.
Poco ની જેમ જ Redmi ના મોબાઇલ્સનું પ્રોડક્શન પણ ભારતમાં આવેલ Xiaomi ના પ્લાન્ટમાં થાય છે. આ રહ્યા Redmi Note 9 Pro Max ના ફીચર્સ.
- ૬.૬૭ ઇંચ FHD+ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે
- ૬૦Hz સ્ક્રીન રિફ્રેશરેટ
- સ્નેપડ્રેગન ૭૨૦G પ્રોસેસર
- ૬ જીબી રેમ, ૬૪/૧૨૮ જીબી સ્ટોરેજ
- પાછળ ૪ કેમેરા. ૬૪ MP મેઈન + ૮ MP અલ્ટ્રાવાઇડ + ૫ MP મેક્રો + ૨ MP ડેપ્થ
- ૧૬ MP ફ્રન્ટ હોલપંચ કેમેરા
- ૫૦૨૦ mAh બેટરી, ૩૦W ફાસ્ટ ચાર્જર
- કિંમત ૧૬,૯૯૯ ₹
રિયલમી ૬ પ્રો (RealMe 6 Pro) (મેડ ઇન ઇન્ડિયા)
૧૭,૯૯૯ ₹
Oppo ની પેટા કંપની RealMe ભારતમાં ખૂબ પ્રચલિત છે. જે ઓછા બજેટમાં વધુ ફીચર્સ આપવા માટે જાણીતી છે.
RealMe ના મોબાઇલ્સનું પ્રોડક્શન નોઈડામાં આવેલ Oppo ના પ્લાન્ટમાં થાય છે. ચાલ જાણીએ RealMe 6 Pro ના ફીચર્સ.
- ૬.૬ ઇંચ FHD+ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે
- ૯૦Hz સ્ક્રીન રિફ્રેશરેટ
- સ્નેપડ્રેગન ૭૨૦G પ્રોસેસર
- ૬/૮ જીબી રેમ, ૬૪/૧૨૮ જીબી સ્ટોરેજ
- પાછળ ૪ કેમેરા. ૬૪ MP મેઈન + ૧૨ MP ટેલીફોટો લેન્સ (૨× ઓપ્ટિકલ ઝૂમ) + ૮ MP અલ્ટ્રાવાઇડ + ૨ MP મેક્રો
- ડ્યુઅલ ફ્રન્ટ હોલપંચ કેમેરા. ૧૬ MP + ૮ MP
- ૪૩૦૦ mAh બેટરી, ૩૦W ફાસ્ટ ચાર્જર
- કિંમત ૧૭,૯૯૯ ₹