UPSC દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસ જેવી કે IAS , IPS , IFS વગેરે પરીક્ષાઓ માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે પ્રશિક્ષણ અપાય છે.
તે અન્વયે યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2021 (IAS,IPS,IFS etc.) ની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2020-21 પ્રવેશ પરીક્ષા માટે હાલ સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે.
ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર ૧૦ ઓગસ્ટ ૨૦૨૦ ના બપોરે ૨ વાગ્યાથી શરૂ કરીને ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રાત્રીના ૧૧:૫૯ સુંધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે http://www.spipa.gujarat.gov.in/ અથવા http://ojas.gujarat.gov.in/ પર મૂકેલ જાહેરાત ધ્યાનથી વાંચવાની રહેશે અને પછી અરજી કરવાની રહેશે.