સોશ્યલ મીડિયામાં સૌથી વધુ વપરાતી એપ્લિકેશન વોટ્સએપ છે. વોટ્સએપ સતત નવા ફિચર્સ ઉમેરીને વધુ સક્ષમ બનાવે છે.
- વૉટ્સઍપમાં નવાં નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે.
- ફિંગરપ્રિન્ટ અને ફેસલોક જેવા ફીચર ઉમેરાઈ શકે છે.
- એક્સપાયર થએલા મેસેજ આપમેળે થશે ડીલીટ
વૉટસપમાં ઉમેરાશે સર્ચ ટૂલ
આજ કાલ સોશિયલ મિડિયામાં સૌથી વધારે વૉટસપ એપ વપરાય છે પરંતુ પાછલાં વર્ષોમાં તેમાં પણ એકાઉન્ટ હેક થવા લાગ્યા છે અને લોકોની પ્રાઈવસી સાથે ચેડાં થઈ રહ્યાં છે. આ બાબતને ધ્યાનમાં લઈને વૉટસપ ફિંગરપ્રિન્ટ અને ફેસ લોક જેવાં ફીચર ઉમેરવા જઈ રહ્યું છે.
એક્સપાયર થયેલા મેસેજ આપમેળે ડિલીટ થશે
Whatsappમાં એક નવું ફીચર પણ ઉમેરાશે જેના દ્વારા એક્સપાયર થએલા મેસેજ આપમેળે જ ડીલીટ થઈ જશે. WAbitainfo ના રીપોર્ટ અનુસાર આ ફીચર બીટાં વર્ઝન પર ટેસ્ટ થઈ રહ્યું છે. આ પણ યુઝર્સની સિક્યોરીટીને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવી રહ્યું છે. એક્સપાયર મેસેજ પણ યુઝર્સ ની પ્રાઈવાસીનો ભાગ છે તેથી કોઈને મેસેજ મોકલ્યા પછી તેનું કામ પત્યા બાદ તેને ડીલીટ કરી શકાશે. દા.ત. જો આપણે કોઈની સાથે કોઈ મહત્વનો પાસવર્ડ શેર કર્યો હશે તો તેને થોડાં સમય બાદ ડીલીટ કરી શકાશે. સિગ્નલ અને ટેલિગ્રામમાં પહેલેથી જ આ ફીચર ઉપલબ્ધ છે. આ ઍપ્સમાં ચેટ ડીલીટ કરવા માટે અમુક સેકન્ડથી લઈને અઠવાડિયા સુધીનું સેટિંગ કરી શકાય છે.
ગ્રુપ માટે અલગ નિયમ હશે
વૉટ્સઍપમાં ગ્રુપ માટે અલગ નિયમ હશે. ગ્રુપના એડમીનમાંથી કોઈપણ એક જ એડમિન આ મેસેજ ડિલીટ કરી શકવાના ફીચર નો યુઝ કરી શકશે.
ખોટી જાણકારી, ફેક ન્યુઝ રોકવા નવું ફિચર
આ સિવાય વૉટ્સએપ દ્વારા અફવાઓ તથાં ખોટી જાણકારીઓ પણ ખુબ ફરતી હોય છે તેને રોકવા માટે વૉટ્સએપએ તેના પ્લેટફોર્મ પર એક નવું ટુલ વિકસાવ્યું છે જેનું નામ છે સર્ચ ટૂલ. વૉટ્સએપના આ નવા ટુલની જાણકારી કંપનીએ તેના બ્લોગમાં આપેલ છે.
નવા ટુલ દ્વારા સીધું ગુગલ ખુલશે
આ ટૂલ દ્વારા સીધું ગૂગલ ખુલશે. દા.ત. તમને લિંક સાથે જો કોઈ મેસેજ આવે તો તે લિંકની જમણી તરફ તમને સર્ચનું આઇકન જોવા મળશે તેના પર ક્લીક કરતાં જ સીધું ગૂગલ ખુલશે અને તે મેસેજ ને સંબંધિત લિંક તથાં જાણકારી જોવા મળશે.