બે દિવસ પહેલાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વધુ ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે એમને ફેફસાનું કેન્સર છે. અને કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે.
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020
સંજય દત્તે પોતે ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી.
ટ્રેજેડી બોય સંજય દત્ત
સંજય દત્તના જીવનમાં ટ્રેજેડીઓ બંધ થવાનું નામ નથી લેતી. હજુ હમણાં જ બીજી વાર જેલમાંથી છૂટીને બહાર આવ્યા બાદ માંડ માંડ એમનું જીવન અને કરિયર પાટા પર ચડ્યું હતું ત્યાં જ આ ફેફસાંના કેન્સરની ટ્રેજેડી આવી ગઈ.
આ પહેલા પણ સંજય દત્તનું જીવન હંમેશાથી ટ્રેજેડીઓથી ભરેલું રહયુ છે. ભલે એ ગેંગસ્ટરો સાથેના સબંધ હોય કે ઘરમાં હથિયાર રાખવાની વાત હોય.
ડ્રગ્સના બંધાણી થવાથી લઈને અનેક સ્ત્રીઓ સાથે સંબંધો સુંધી એમના જીવનમાં ઘણી ટ્રેજેડીઓ રહી છે.
કેન્સરનો પારિવારિક ઇતિહાસ
દત્ત પરિવારમાં કેન્સરની આ પહેલી ઘટના નથી. આ પહેલા ૨ મે ૧૯૮૧ ના દિવસે સંજય દત્તના માતા નરગિસનું લોહીના કેન્સરના કારણે મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત સંજય દત્તના પ્રથમ પત્ની રિચા શર્માનું મૃત્યુ પણ મગજના કેન્સર સામે લડતા લડતાં થયું હતું.