- ચીનની બાઈટડાન્સ (ByteDance) છે ટિકટોકની પેરેન્ટ કંપની
- જિયો સિવાય માઈક્રોસોફ્ટ સાથે પણ ટિકટોકની વાતચીત ચાલુ.
- ૨૯ જૂનથી ભારત સરકારે કરેલ છે બેન
બાઈટડાન્સને કેમ ટિકટોક વેચવાની ફરજ પડી
ટિકટોક વિશ્વના મોટાભાગના બજારોમાંથી બેન થઈ જાય એ પહેલાં એને અન્ય કંપનીને વેચી દેવા ટિકટોકની ચીન સ્થિત પેરેન્ટ કંપની બાઈટડાન્સ ઘણી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં જ માઈક્રોસોફ્ટ દ્વારા ટિકટોકના વૈશ્વિક ઓપરેશનને ખરીદવામાં રસ દર્શાવાયો હતો અને એ વિષયમાં ચર્ચા ચાલુ હતી. અને હવે ભારતની રિલાયન્સ જિયો પણ ટિકટોકના ભારત ઓપરેશનમાં ઇન્વેસ્ટ કરવા રસ દર્શાવ્યો છે.
ભારત બાદ વૈશ્વિક માર્કેટમાં પડી ટિકટોકને માર
ટિકટોક દ્વારા અવૈદ્ય રીતે થતા ડેટા કલેક્શનને લઈને સુરક્ષાનો હવાલો આપીને ભારત સરકારે ૨૯ જૂન ૨૦૨૦ થી જ ભારતમાં ટિકટોકને સંપૂર્ણપણે બેન કરી દીધી છે.
ટિકટોકની માલિક કંપનીએ પોતાના પર લાગેલા આ આરોપ ફગાવ્યા હતા અને કહ્યું હતું કે એમણે દરેક ડેટા પ્રાઇવસી કાનૂનનું પાલન કરતા હતાં. પરંતુ એમના માટે સ્થિતિ વધુ ખરાબ ત્યારે બની જ્યારે અમેરિકન સરકારે બાઈટડાન્સને ૨૦ સપ્ટેમ્બર સુંધીનો સમય આપીને કહ્યું કે પોતાનું અમેરિકા ઓપરેશન અન્ય કંપનીને વેચી દે અથવા એને સંપૂર્ણ રીતે અમેરિકામાંથી પણ બેન કરવામાં આવશે.
શુ છે જિયો સાથેની પ્રસ્તાવિત ડીલ
રિપોર્ટ્સ અનુસાર ટિકટોક ઇન્ડિયાની વેલ્યુએશન ૩ બિલિયન ડોલર જેટલી છે અને જિયો એક સારી ડીલ શોધી રહી છે. હજુ સુંધી એ સ્પષ્ટ નથી કે જિયો ટિકટોક ઇન્ડિયામાંથી અમુક હિસ્સો ખરીદશે કે ભારતનું પૂરેપૂરું ઓપરેશન ખરીદશે.
જો આ બંને કંપની વચ્ચેની ડીલ સફળતાપૂર્વક પર પડી જાય તો શક્યતા છે કે ભારત સરકાર દ્વારા ટિકટોક પરનો બેન હટાવી લેવામાં આવે, કેમ કે જો કોઈ ભારતીય કંપની ટિકટોકની માલિક બને તો ભારતના વપરાશકર્તાઓનો ડેટા ભારત બહાર જવાનું ભય રહેશે જ નહીં.