ભારતીય સિનેમા અને હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા હતા. તેમણે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી હિંદી સિનેમાના મૂંગા યુગમાં શરૂ કરી હતી અને તેઓ IPTAના સ્થાપકોમાંના એક હતા. આની સાથે તેમણે ૧૯૪૪માં પૃથ્વી થિયેટર્સ નામે થિયેટર કંપનીની સ્થાપના કરી હતી.
• જન્મ અને જીવન શરૂઆત :-
3 નવેમ્બર 1906માં પંજાબના લાયલપુરમાં એક જમીનદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરને રંગમંચનો શોખ પેશાવરની એડવર્ડ કોલેજમાં ભણતા સમયે જ લાગી ગયો હતો. હવે લાયલપુર પાકિસ્તાનના પંજાબમાં છે. પૃથ્વીરાજના પિતા દીવાન બંશેશ્વરનાથ કપૂર પેશાવરમાં સબ-ઈંસ્પેક્ટર હતા. તેમણે રાજકપૂરની ફિલ્મ ‘આવારા’માં એક નાનકડી ભૂમિકા કરી હતી. 18 વર્ષની ઉમંરમાં પૃથ્વીરાજના લગ્ન કરી દેવામાં આવ્યા. અભિનયનો શોખ વધતો જ ગયો. અને 1928ની શિયાળાની ઋતુમાં તેઓ પોતાના ત્રણ બાળકોને પત્ની પાસે છોડી પેશાવરથી મુંબઈ આવી ગયા.
• અભિનય કરિયર :-
મુંબઈ આવીને પૃથ્વીરાજ કપૂર ઈમ્પીરિયલ ફિલ્મ કંપની સાથે જોડાય ગયા. 1931માં ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બની જેમાં પૃથ્વીરાજે એક પાત્ર ભજવ્યુ.
વિદ્યાપતિ(1937).સિકંદર(1941), દહેજ(1950), આવારા(1951), જિંદગી(1964), આસમાન મહલ(1965). તીન બહુરાનિયાઁ(1968) વગેરે ફિલ્મો આજ પણ પૃથ્વીરાજના અભિનયના કારણે યાદગાર બની છે. ‘મુગલ-એ-આઝમ’ માં આ કલાકારે પુત્રના મોહમાં મૂંઝવણમાં પડેલા શહેનશાહ જલાલુદ્દીન અકબરના પાત્રને અમર કરી દીધુ.
પૃથ્વીરાજનો અભિનય દિવસોદિવસ નિખરવા માંડ્યો અને હિન્દી સિનેમા બાળપણથી યુવાની તરફ આગળ વધતો ગયો. ‘આવારા’ ફિલ્મ પૃથ્વીરાજના પુત્ર અને હિંદી ફિલ્મ જગતના સૌથી મોટા શો-મેન રાજ કપૂરે બનાવી હતી જેમણે તેમની સૌથી સારી ફિલ્મ મનાય છે.
પિતા-પુત્રના સંબંધોમાં તનાવ બતાવનારી આ ફિલ્મ આખા એશિયામાં વખાણવામાં આવી હતી. અને પશ્ચિમ એશિયાના બોક્સ ઓફિસના રિકોર્ડ પણ આને તોડ્યા. આજે પણ લોકો આ ફિલ્મનું ગીત ‘ આવારા હૂઁ’ ગણગણે છે.
રંગમંચ પ્રત્યે પૃથ્વીરાજને ખૂબ પ્રેમ હતો. અને 1931માં અગ્રેજીમાં નાટકોની રજૂઆત કરનારી કંપની ગ્રાંટ એંડરસન થિયેટરમાં જોડાઈ ગયા. પૃથ્વીરાજે 1944માં પોતાની બધી જમા પૂંજી લગાવીને પૃથ્વી થિયેટરની સ્થાપના કરી.
રંગમંચના આ ઘેલાએ પહેલીવાર હિન્દીમાં આધુનિક અને પેશાવર શહેરી રંગમંચની અવધારણાને મજબૂતી આપી. પહેલાં ફક્ત લોકકલા અને પારસી થિયેટર કંપનીઓ હતી.
પૃથ્વી થિયેટરનું નુકશાન પૃથ્વીરાજ કપૂર પોતાની ફિલ્મોમાંથી મળનારા રૂપિયાથી ભરપાઈ કરતા હતા. 16 વર્ષ સુધી પૃથ્વીરાજના સાનિધ્યમાં પૃથ્વી થિયેટરે 2662 શો કરાવ્યા. દરેક સિંગલ શોમાં પૃથ્વીરાજની મુખ્ય ભૂમિકા રહેતી હતી. દીવાર પઠાન(1947), ગદર(1948), દહેજ(1950), પૈસા(1954) તેમના મુખ્ય નાટકો હતા.
‘ પૈસા’ નામના નાટક પર તેમણે 1957માં ફિલ્મ બનાવી જેના નિર્દેશન દરમિયાન તેમનુ વોકલ કાર્ડ ખરાબ થઈ ગયુ હતુ અને તેમનો અવાજ પહેલા જેવો દમદાર નહોતો રહ્યો. ત્યારબાદ તેમણે પૃથ્વી થિયેટર બંધ કરી દીધુ.
પૃથ્વીરાજના નાતી અને રાજકપૂરના પુત્ર રણધીર કપૂરે 1971માં ‘કલ આજ ઔર કલ’ બનાવી જેમા તેમના પિતા અને દાદાએ પણ અભિનય કર્યો. દાદા અને પૌત્રના વચ્ચે જનરેશન ગેપ અને તેમની વચ્ચે અટવાયેલા પિતાના દુવિધાને બતાવનારી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી.
• મૃત્યુ :-
અભિનયના અનેક રૂપને પરદાં પર જીવંત કરનારા આ લાજવાબ અભિનેતાનું કેંસરને કારણે 29 મે 1972ના રોજ આ સંસારમાંથી વિદાય થયા. અને પાછળ છોડી ગયા અભિનયની અમૂલ્ય વિરાસત.
• કપૂર પરિવાર :-
તેમના ત્રણે છોકરાં રાજ કપૂર, શમ્મી કપૂર,અને શશી કપૂરે આ વિરાસતને આગલ વધારી.
રાજ કપૂરના છોકરાઓ રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂરે પોતાના પરિવારની પરંપરા બનાવી રાખી અને હવે બોલીવુડના આ પ્રથમ પરિવારની આગળની પેઢીના રૂપમાં રણધીર કપૂરની પુત્રીઓ કરિશ્મા અને કરીના અને ઋષિ કપૂરના પુત્ર રણબીર, પૃથ્વીરાજની વિરાસતને આગળ વધારી રહ્યાં છે.
તેમનો સૌથી નાનો પુત્ર શશિ કપૂરે તેમના સમ્માનમાં પૃથ્વી થિયેટરને પુર્ન:જીવિત કર્યુ અને હવે શશી કપૂરની છોકરી સંજના તેને આગળ વધારી રહી છે. પૃથ્વીરાજે જે છોડ રોપ્યો હતો તે આજે બોલીવુડનું એક ઘટાદાર વૃક્ષ બની ગયુ છે.
• એવોર્ડ :-
- ભારતીય સિનેમામા કુળપિતા પણ કહેવાય છે.
- ભારતીય સિનેમામાં તેમના યોગદાનો માટે ૧૯૬૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
- ૧૯૭૧માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
માહિતી સંકલન : વિકી મહેતા