આજે નવરાત્રીનો દ્વિતિય દિવસ છે. નવરાત્રીના દ્વિતીય દિને માતા પાર્વતીના બીજા રૂપ માતા બહ્મચારીણીની આરાધના કરવામા આવે છે. માતા બહ્મચારીણીના જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરેલ છે. દેવર્ષિ નારદના પરામર્શ થી માતા પાર્વતી એ ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે અતિ કઠિન તપસ્યા કરી. આ તપસ્યા દરમ્યાન માતા પાર્વતીએ ઘણા વર્ષ સુધી માત્ર ફળ અને કંદમૂળ આરોગ્યા અને અનેક વર્ષ માત્ર શાક પર વ્યતિત કર્યા. થોડા દિવસ માતા પાર્વતીએ ખુલ્લા આકાશની નીચે વર્ષા અને તાપને સહન કરીને ઘોર તપસ્યા કરી.
માતાની આવી કઠિન તપસ્યાના કારણે માતાનું શરીર ખુબ નિર્બળ થઈ ગયુ હતુ. આ જોઇને માતા મેનાએ માતા પાર્વતીને આ તપસ્યા માટે ઉમા કહીને બોલાવ્યા ત્યારથી માતા પાર્વતીનું એક નામ ઉમા પણ પડ્યુ. માતા પાર્વતીના આ તપથી પિતામહ બ્રહ્માએ માતાને આશીર્વાદ આપ્યો કે માતા પાર્વતી ની ઇચ્છા પુર્ણ થશે અને એમની આશા પ્રમાણે ભગવાન શિવ તેમને પતિ રુપમાં અવશ્ય પ્રાપ્ત થશે.માતા ની આવી વિકટ તપસ્યા જોઇને ઋષિઓ,દેવો,સિદ્ધગણ,માતાની તપસ્યાની પ્રસંસા કરવા લાગ્યા, ત્રણે લોકમાં માતાની સરાહના થવા લાગી.
<h3><b> પૂજાવિધિ</b></h3><br>
<p>માતાને આજના દિવસે પંચામૃતથી સ્નાન કરાવી, ફુલ, અક્ષત, સિંદૂર, કુમકુમ અર્પણ કરવુ. માતાને સફેદ સુગંધીત ફુલ અર્પણ કરવા. આ સિવાય માતાને કમળ તથા જાસુદનું ફુલ પણ અર્પિ શકાય. મિશ્રિ તથા સફેદ મિઠાઈ થી માતા ને ભોગ લગાવો. આરતી કરવી અને હાથમાં ફુલ રાખી મા નુ ધ્યાન ધરવું.</p>