- બે દાયકાથી તારક મહેતા કા ઉલ્ટા મનોરંજન આપી રહી છે
- થોડા સમય પહેલા દયાભાભી શૉ છોડી ગયા
- હવે જોડાશે નવું પાત્ર જેનો અસલ પુસ્તકમાં ઉલ્લેખ છે.
બે દાયકાથી પારિવારિક મનોરંજનની ધુમ
સબ ટીવી ચેનલ ઉપર છેલ્લા બે દાયકા જેટલા સમયથી પારિવારિક કોમેડી સીરિયલ તરીકે ધુમ મચાવી રહી છે.
સીરીયલના પાત્રોની લોકપ્રિયતા
શરૂ થયાના થોડાક જ વખતમાં સીરીયલના પાત્રો જેઠાલાલ, દયાભાભી, બબીતાજી અને ઐયર, ચંપકકાકા,રોશનસિંહ સોઢી બેલડી, પત્રકાર પોપટલાલ, ડૉક્ટર હાથી પરિવાર, શિક્ષક ભીડે અને માધવીભાભી, તારક મહેતા અને અંજલીભાભી, સોડાની દુકાન ધરાવતો અબ્દુલ, નટુકાકા, બાઘો, સુંદર તથા ટપુ સેના. આ ઉપરાંત જે તે એપિસોડના વિષય અનુરૂપ આવતા પાત્રો પણ અત્યંત લોકપ્રિય થયા છે.
દિશા વાકાણી ઉર્ફે દયાભાભીની એક્ઝીટ
સીરિયલનુ સૌથી વધુ લોકપ્રિય પાત્ર ગણાય એવા દયાભાભીનું પાત્ર ભજવતા દિશા વાકાણીએ સીરિયલ ઘણાં વખતથી છોડી દીધી છે.
નવા પાત્રની એન્ટ્રી
આગળ જણાવ્યા સિવાયની ટીમમાં એક નવું જ પાત્ર હવે જોડાઈ રહ્યું છે. આ પાત્ર તારક મહેતાના બોસનું હશે તથા આ પાત્ર ટીવી પર ભજવશે પ્રખ્યાત કોમેડિયન રાકેશ બેદી. રાકેશ બેદીએ આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ રોલ અસલ પુસ્તકમાં પણ છે તથા આ રોલ એમને લગભગ 12 વર્ષ પહેલાં સંભળાવવામાં આવ્યો હતો.
રાકેશ બેદીએ શરૂ કર્યું શુટીંગ
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમમાં નવા મેમ્બર તરીકે રાકેશ બેદીએ 14 ઑગસ્ટથી શુટીંગની શરૂઆત કરી દીધી છે અને ટૂંક જ સમયમાં ટેલિવિઝન સ્ક્રીન પર તારક મહેતાના બોસ તરીકે દેખાશે.