20 મિલિયન એટલે કે 2 કરોડથી વધુની સંખ્યા ધરાવતા પ્રભાવશાળી ભારતીય-અમેરિકન મતદારોને ખુશ કરવાના લક્ષ્યમાં, ટ્રમ્પ ઇલેક્શન અભિયાને તેની પહેલી વિડિઓ કમર્શિયલ રજૂ કરી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “હાઉડી મોદી” માંના ભાષણો અને અમદાવાદમાં “નમસ્તે ટ્રમ્પ” માં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઐતિહાસિક સંબોધનની ટૂંકી ક્લિપ્સ છે.
“અમેરિકા ભારત સાથે ખૂબ સરસ સંબંધ માણી રહ્યું છે અને અમારું અભિયાન ભારતીય-અમેરિકનોનો મોટો ટેકો મળી રહ્યો છે!” ટ્રમ્પ વિક્ટરી ફાઇનાન્સ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બર્લી ગિલ્ફોયલે વીડિયો કોમર્શિયલ જાહેર કરતા એક ટ્વીટમાં જણાવ્યું હતું.
America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev
— Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020