બ્રાહ્મણો અને હિન્દૂ ધર્મ આમ તો હંમેશાથી બહુજન સમાજ પાર્ટી અને માયાવતીના નિશાના પર હોય છે. પરંતુ ગઈ કાલે માયાવતીનું એક આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું.
માયાવતીનું નિવેદન
.
બહુજન સમાજ પાર્ટી (BSP) ના સર્વેસર્વા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ નિવેદન આપતા કહ્યું છે કે જો ઉત્તરપ્રદેશમાં બસપાની સરકાર બનશે તો એમણે બ્રાહ્મણ સમાજની આસ્થાનું ધ્યાન રાખીને ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમા લગાવશે.
આવનાર સમયે ઉત્તરપ્રદેશ ચુનાવને ધ્યાનમાં લઈને માયાવતી દ્વારા હમણાંથી બ્રાહ્મણોને રીઝવવા પ્રયત્ન ચાલી રહ્યો છે.
દરેક સંતોનું માન રાખવાની કરી વાત
આ ઉપરાંત માયાવતીએ જણાવ્યું હતું કે, જો બસપાની સરકાર આવી તો કોરોના મહામારીના કિસ્સામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ખામીઓના પગલે ઉત્તરપ્રદેશના બ્રાહ્મણ સમાજની આસ્થા અને આત્મગૌરવના પ્રતીક ભગવાન પરશુરામ અને અન્ય તમામ જાતિઓ અને ધર્મોમાં જન્મેલા મહાન સંતો, ગુરુઓ અને મહાન માણસોના નામે મોટી સંખ્યામાં આધુનિક હોસ્પિટલો અને તમામ જરૂરી સુવિધાઓ સાથેના કોમ્યુનિટી સેન્ટરો બનાવશે.
સમાજવાદી પાર્ટીની પરશુરામ પ્રતિમા કરતા ભવ્ય હશે બહુજન સમાજ પાર્ટીની પરશુરામ પ્રતિમા
એવું લાગી રહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણોનો ભરોસો જીતવા માટે હોડ લાગી છે. કેમ કે બસપા પહેલા સમાજવાદી પાર્ટીએ ભગવાન પરશુરામની પ્રતિમા મુકવાનો વાયદો કર્યો હતો.
માયાવતીએ વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી દ્વારા ભગવાન પરશુરામની ઉચ્ચ મૂર્તિ સ્થાપિત કરવાની બાબત માત્ર ચૂંટણી હિતની છે. બ્રાહ્મણ સમાજને બસપાના શબ્દો અને કાર્યોમાં પૂરો વિશ્વાસ છે. બ્રાહ્મણ સમાજની આ ઇચ્છાને ધ્યાનમાં રાખીને, બસપાની સરકારની રચના પછી, શ્રી પરશુરામની પ્રતિમાને દરેક બાબતમાં એસપી કરતા વધુ ભવ્ય બનાવવામાં આવશે.
રામમંદિર નિર્માણ પર નકારાત્મક રાજકારણ પર માયાવતી
આ ઉપરાંત માયાવતીએ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ ઉપર પણ ખૂબ રાજકારણ કરવામાં આવી રહ્યું છે, જે બિલકુલ ઉચિત નથી કારણ કે આ મામલો લોકોની ધાર્મિક શ્રદ્ધા અને ભાવનાઓ સાથે સંબંધિત છે.
હા, પણ એ વાત જગ જાહેર છે કે મોટાં ભાગે બસપાના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હંમેશાથી આ રાજકારણના ભાગ રહ્યા છે અને ખાસ કરીને હિન્દૂ ધર્મની શ્રદ્ધા અને ભાવનાઓ પર હુમલો કરતા આવ્યા છે.