Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી કરદાતાઓને માનથી જોતા આવ્યા છે અને એમણે હંમેશા જાહેર મંચ પર કહ્યું છે કે ભારતનો વિકાસ અને ભારતની દરેક મોટી યોજનાઓ માટે ભારતના ઈમાનદાર કરદાતા જ જવાબદાર હોય છે. મોદી ક્યારેય કરદાતાઓનો આભાર માનવાનું ભૂલતાં નથી.




આજે થશે નવુ પ્લેટફોર્મ લોન્ચ




આજે એટલે કે ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં વડાપ્રધાન મોદી ઈમાનદાર કરદાતાઓ માટે “પારદર્શી કરાધાન – ઇમાનદારનું સન્માન” નામની નવી યોજના શરૂ કરશે.


કરદાતાઓને મળશે સન્માન



PMO તરફથી આધિકારીક નિવેદનમાં બુધવારે જણાવાયું હતું કે , વડાપ્રધાન ૧૩ ઓગસ્ટના દિવસે વિડીયો કોંફરન્સના માધ્યમથી એક નવા પ્લેટફોર્મ “પારદર્શી કરાધાન – ઇમાનદાર કા સન્માન” ની શરૂઆત કરશે.


સુધારાઓના લિસ્ટમાં શુ શુ હશે એ તો આજની જાહેરાત પછી જ જાણવા મળશે, પરંતુ શક્યતા છે કે છેલ્લા ૬ વર્ષમાં આ વિષયમાં જે જે સુધારાઓ થયા એને જ સરકાર આગળ વધુ સારી રીતે વધાવશે.


નાણામંત્રીનું નિવેદન



નાણામંત્રી નિર્મલા સીતારમને ટ્વીટ કરીને આ યોજનાને ખૂબ મહત્વની જણાવી. એમણે જણાવ્યું જે આ યોજના ભારત માટે પારદર્શી અને સરળ કર ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


કોણ કોણ હશે વિડીયો કોંફરન્સિંગમાં


કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અન્ય દરેક યોજનાઓ અને જાહેરાતોની જેમ જ આ યોજના પણ વિડીયો કોંફરન્સિંગ દ્વારા રજૂ કરાશે.


આ કોંફરન્સમાં જુદા જુદા ઔદ્યોગિક ક્ષેત્રો, વ્યાપારી સંગઠનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંઘ અને જાણીતા કરદાતાઓને સમાવવામાં આવશે.



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *